GSTV
Home » News » Phone Peએ લોન્ચ કર્યુ ATM ફીચર, નજીકના સ્ટોર પર જઈને 1,000 રૂપિયા સુધીની કેશ વિથડ્રો કરી શકશે યુઝર્સ

Phone Peએ લોન્ચ કર્યુ ATM ફીચર, નજીકના સ્ટોર પર જઈને 1,000 રૂપિયા સુધીની કેશ વિથડ્રો કરી શકશે યુઝર્સ

ડિજીટલ ચૂકવણી પ્લેટફોર્મ ફોનપે એ ફોનપે એટીએમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેથી નાના-નાના દુકાનદારોની પાસે રોકડ ઉપાડની સુવિધા મળી શકે. કંપનીએ ગુરૂવારે રજૂ કરેલાં નિવેદનમાં જણાવ્યુકે, નાના પાયે તેની દિલ્હી-એનસીઆરમાં શરૂઆત કરવામાં આવી છે. નવી સેવા પડોશનાં સ્ટોરોને કંપનીનાં ગ્રાહકો માટે એટીએમના રૂપમાં કાર્ય કરવામાં સક્ષમ કરશે.

વેપારી ગ્રાહકને ટ્રાન્સફર કરેલી રકમની બરાબર રોકડ આપશે

આનાથી ફોન પે એવી સેવાને પ્રોત્સાહન આપી રહ્યુ છે જે વાસ્તવિક ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરશે. ગ્રાહકોને હંમેશા પોતાની આસપાસનાં ક્ષેત્રમાં બેંકિંગ એટીએમ ન હોવાને કારણે અને બંધ પડેલાં એટીએમને કારણે મુશ્કેલી પડતી હતી. હવે આવા ગ્રાહકોને રોકડની જરૂર હોય તે લોકો ફોન પે એપના સ્ટોર ટેબ પર નજીકની દુકાનોમાં ઉપલબ્ધ ફોનપે એટીએમ વિશે જાણી શકશે. એપનાં ‘વિથડ્રો’ બટન પર ક્લિક કરીને સંબંધિત દુકાનદારને ઈચ્છિત રાશિ ટ્રાન્સફર કરવાની રહેશે. રાશિ ટ્રાન્સફર થયા બાદ, વેપારી ગ્રાહકને ટ્રાન્સફર કરાયેલી રકમની બરાબર રોકડ રકમ આપશે.

ગ્રાહકો દ્વારા ઉપાડની સીમા તેમની બેંક દ્વારા નિર્ધારિત સીમાની સમાન રહેશે

આ સેવાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકો અથવા વેપારીઓ માટે કોઈ શુલ્ક રહેશે નહી. ગ્રાહકો માટે ઉપાડની સીમા તેમની સંબંધિત બેંક દ્વારા નિર્ધારિત સીમાની સમાન રહેશે.

READ ALSO

Related posts

સરકારે 2018 ના નાણા AMTS ને ચુકવ્યા નથી ત્યાં ટ્રમ્પના આગમન સમયે ફરીથી 250 બસો માંગવામાં આવી

Nilesh Jethva

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!