વર્તમાન સમય ટેકનલોજી અને ડીજિટલાઈઝેશનને છે, તેથી જ ડીજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe એ એક યુનીક ફીચર PhonePe ATM લોન્ચ કર્યું છે. આ ફીચર્સ એ પ્રકારના યુઝર્સની મદદ કરશે જે લોકોને કેશની જરૂર છે. ગ્રાહકોને ઘણી વખત પોતાની આસપાસના ક્ષેત્રમાં બેન્ક ATM ન હોવાથી અથવા ખરાબ પડેલા ATMના કારણે અસુવિધા થતી હોય છે. હવે એવા લોકો માટે ફોન પે એક સ્ટોર ટેબ પર બાજુની દુકાનમાં ઉપલબ્ધ ફોનપે એટીએમની જાણકરી મેળવી શકશે.

આ સુવિધા માટે ગ્રાહકે ફોનપે એપ ખોલવી પડશે, ત્યારબાદ સ્ટોર્સ ઓપ્શન પર જઈને ફોનપે એટીએમ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ યુઝર્સને આસપાસના મર્ચેન્ટ ઓપ્શન દેખાડવામાં આવશે, અત્યાર સુધીના નિયમો પ્રમાણે, કોઈપણ વ્યક્તિ એક દિવસમાં 1 હજાર રૂપીયા સુધીનું કેશ લઈ શકે છે. જો કે, આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ આ ફીચરને હાલમાં દિલ્હી NCRમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે.


ત્યારબાદ તમારે દુકાન પર જઈને ‘Withdraw’ બટનને ક્લિક કરીને જરૂરી પૈસા કાઢી શકો છે. જેટલા પૈસા તમે મર્ચેન્ટને ટ્રાન્સફર કરશો તેટલા જ પૈસા તેઓ તમને કેશ તરીકે આપશે, ફોનપેના ઓફલાઈન બિઝનેસ ડેવલપમેન્ટના હે઼ડ વિવેક લોચહેબે કહ્યું છે કે, આ ફીચર્સ ન માત્ર લોકોને મદદ કરે છે, પરંતુ મર્ચેન્ટને પણ દરેક વખતે કેશ જમા કરાવવાની અસુવિધાથી બચાવશે.

આ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહી
ઉલ્લેખનીય છે કે, બેન્કના ATM માંથી કેશ કાઢવાની એક મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં વધારે સમય વખત કેશ કાઢવા પર ચાર્જ આપવો પડે છે. સાથે બેન્ક દ્વારા આપવામાં આવેલ ATM કાર્ડ પર પણ વર્ષ દરમિયાન 100 થી 150 રૂપીયાનો ચાર્જ લેવામાં આવે છે. તેથી ફોનપે કેશ ATM નો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો