GSTV

નોકરી શોધવાવાળા લોકો માટે સારા સમાચાર! કોરોના સંકટ છતાં આ કંપની કરી રહી છે Hiring

કોરોનાકાળમાં અર્થવ્યવસ્થા બહુજ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. જેને કારણે દરેક જગ્યાએ નોકરીનો દુકાળ પડ્યો છે. પરંતુ અમુક કંપનીઓ આવા સમયમાં પણ ભરતી કરી રહી છે. ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફોનપે પણ તેમાંથી એક જ છે. ફ્લિપકાર્ટની માલિકી હકવાળી આ ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મે આ વર્ષે 550 લોકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. ફોનપે ભારતનાં વધી રહેલાં ડિજીટલ પેમેન્ટ્સ માર્કેટમાં ગુગલ પે અને પેટીએમનાં દબદબાને પડકાર આપી રહી છે. કંપનીએ પોતાના કર્મચારીઓનાં પગારમાં કપાત કર્યો નથી અને તે આ મહિને અપરેઝલ પ્રોસેસ શરૂ કરવા જઈ રહી છે.

છેલ્લાં 2-3 મહિનામાં વધ્યા નવા કર્મચારીઓ

કંપનીની ટીમમાં હાલમાં લગભગ 1800 કર્મચારીઓ છે અને તેમની યોજના 20થી 30 ટકા વધુ કર્મચારીઓને જોડવાની છે. ફોન પેનાં સહ સંસ્થાપક અને સીટીઓ રાહુલ ચારીએ કહ્યુકે, ગયા બે-ત્રણ મહિનામાં અમે લોકોને નોકરી પર રાખવાની અમારી ગતિ તેજ કરી દીધી છે. તમે જાણો છોકે, સ્થિતિ ઠીક નથી એટલે સારા લોકોની નોકરી પણ જઈ રહી છે. એટલા માટે બજારમાં મોટો પુલ દેખાઈ રહ્યો છે. કંપની એન્જીનિયરિંગ, કોર્પોરેટ ફંક્શન, સેલ્સ, બિઝનેસ ડેવલોપમેન્ટ અને  માર્કેટિંગમાં લોકોની ભરતી કરી રહી છે.

આ સુવિધા આપે છે ફોન પે

ફોન પે યૂપીઆઈ દ્વારા પેમેન્ટની સુવિધા આપે છે. તેણે 183 બ્રાંડ્સ માટે  મીની ડિજીટલ સ્ટોર બનાવી રાખ્યા છે. અને સાથે જ તે એપ દ્વારા નાણાકીય ઉત્પાદન પણ વેચે છે. ફ્લિપકાર્ટે એપ્રિલમાં ફોનપેમાં 9 કરોડ ડોલરનું રોકાણ કર્યુ હતુ.

READ ALSO

Related posts

WHOની ચિંતા: કોરોના વેક્સીન આવે તે પહેલા જ તેનું વિતરણ ખોરવવાનો થઇ શકે છે પ્રયાસ

pratik shah

ખુશખબર/ સરકારી કર્મચારીઓને ફળશે નવુ વર્ષ, સેલરીમાં થવા જઇ રહ્યો છે આટલો વધારો

Bansari

TIME ‘કિડ ઑફ ધ યર’ બની ભારતીય મૂળની ગીતાંજલિ રાવ, 10 વર્ષની ઉંમરથી જ કરવા ઇચ્છતી હતી નેનો ટ્યૂબ પર રિસર્ચ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!