GSTV

PhonePeની ધમાકેદાર ઓફર/ હવે પેટ્રોલ ભરાવવા પર મળશે ગ્રાહકોને કેશબેક, જાણો સમગ્ર પ્રોસેસ

પેટ્રોલ

Last Updated on April 18, 2021 by Damini Patel

પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઇ લોકોનું બજેટ બગડી રહ્યું છે. જો તમે પણ પેટ્રોલના વધતા ભાવોથી પરેશાન છો તો તમારા માટે એક રાહતની ખબર છે. PhonePe પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. જેમાં તમને પેટ્રોલ ભરાવવા પર કેશબેક મળશે એનાથી તમારા ખિસ્સાનું ભારણ ઓછું થશે.

પેટ્રોલ

PhonePe એપ પર હાજર જાણકારી મુજબ આ કેશબેક સુવિધા ઇન્ડિયન ઓઇલ કંપનીથી ભરાવેલ પેટ્રોલ પર મળશે. એમાં તમને 0.75% કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ કેશબેકની લિમિટ પ્રતિ લેણ-દેણ મહત્તમ 45 રૂપિયા હશે. આ ઓફર 30 જુન સુધી છે. એવામાં જો અત્યારથી તમે ફાયદો લો તો ત્રણ મહિના સારી બચત થઇ જશે.

કેવી રીતે મળશે કેશબેક

PhonePe

કેશબેકનો લાભ લેવા માટે પહેલા પેટ્રોલ પંપ પરથી ઇંધણ ભરાવો. હવે બિલિંગ માટે મોબાઈલમાં પોતાના PhonePe એપનો ઉપયોગ કરો. ત્યાર પછી QR કોડને સ્કેન કરી પેમેન્ટ મોડ સિલેક્ટ કરી ચુકવણી કરો. પેમેન્ટ થયાના 24 કલાકમાં કેશબેક મળી જશે. આ તમને PhonePe ગિફ્ટ વાઉચરના રૂપમાં મળશે. એનો ઉપયોગ રિચાર્જ અથવા બિલ ચુકવણી વગેરેમાં કરી શકો છો.

ક્રેડિટ કાર્ડ પર નહિ મળે ફાયદો

કેશબેકનો ફાયદો કેટલાક પસંદગીના વિકલ્પ પર જ મળશે. જો તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો તો ફાયદો નહિ મળે. કેશબેક માટે તમારે વોલેટનો જ ઉપયોગ કરવો પડશે.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!