GSTV
Home » News » Facebookમાંથી લીક થઇ ગયાં 41 કરોડ યુઝર્સના ફોન નંબર, ક્યાંક તમારો તો નથી ને?

Facebookમાંથી લીક થઇ ગયાં 41 કરોડ યુઝર્સના ફોન નંબર, ક્યાંક તમારો તો નથી ને?

ડેટા લીકને લઇને નિશાને રહેલા ફેસબુકનો ડેટા ફરી એકવાર લીક થયો છે. 419 મિલિયન યુઝર્સના ફોન નંબર લીક થયા હોવાની ખબરો મળી રહી છે. આ ખબરો સામે આવ્યાં બાદ ફેસબુક સીઇઓ માર્ક ઝકરબર્ગ ફરી એકવાર ઘેરાઇ શકે છે.

આ લીક પાછળનું કારણ ખૂબ જ ગેરજવાબદારી ભર્યુ છે. સર્વરમાં પાસવર્ડ લગાવવામાં આવ્યો ન હતો જેના કારણે ડેટા લીક થઇ ગયો. એક રિપોર્ટ અનુસાર 419 મિલિયન યુઝર્સના ફોન નંબર લીક થયાં છે. ફેસબુકના ઑનલાઇન ડેટાબેઝમાં યુઝર આઇડી સાથે લોકોના ફોન નંબર લિંક્ડ છે. ફોન નંબર સાથે લોકોના અસલી નામ, જેંડર અને દેશની જાણકારી પબ્લિકમાં છે.

રિપોર્ટ સામે આવ્યાં બાદ પાસવર્ડનું સર્વર ઑફલાઇન કરી દેવામાં આવ્યું. ફેસબુકે જણાવ્યું કે આ ડેટા જૂનો છે અને પહેલાં જ લેવામાં આવ્યો હતો. ગત વર્ષે કંપનીએ જે ફેરફાર કર્યા છે તે બાદ ફોન નંબર દ્વારા કોઇની જાણકારી કાઢવી શક્ય નથી.

ફેસબુકે જણાવ્યા અનુસાર આ ડેટા હટાવી દેવામાં આવ્યો છે તેથી લીકનો કોઇ પુરાવો નથી. અગાઉ પણ ફેસબુકના ડેટા બ્રિચના અનેક મામલા સામે આવી ચુક્યાં છે. કેંબ્રિજ એનાલિટિકાને ડેટા વેચવાના મામલે ઝકરબર્ગ ફસાઇ ચુક્યા છે.

Read Also

Related posts

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

રાજ્યના આ કોંગ્રેસી ધારાસભ્યના પુત્રની ધરપકડ, આ હતો આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!