GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

Work From Home Tips: ફોન હેન્ગ કે સ્લો ચાલી રહ્યો છે? તરત જ બદલી નાંખો આ Setting

iPhone

સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે જ્યારે ફોન વારંવાર હેન્ગ થવા લાગે અથવા તો સ્લો થઇ જાય ત્યારે સૌથી વધુ પરેશાન થવુ પડે છે.તેવામાં પણ ઘરેથી કામ કરી રહેલા લોકો માટે ફોન સારી રીતે ચાલે તે ખૂબ જ જરૂરી છે. આ વચ્ચે જો સ્માર્ટફોન સારી રીતે ન ચાલે તો વધારે ગુસ્સો આવે છે. પરંતુ તે સમજાતુ નથી કે આવા સમયમાં શું કરવુ જોઇએ. ચાલો તમારી આ પરેશાનીને અમે દૂર કરી દઇએ. તમે નીચે જણાવેલી ટિપ્સ ફૉલો કરી શકો છો અને કેટલીક Setting બદલી નાંખો જેની મદદથી તમારા ફોન હેન્ગ થવાની સમસ્યા દૂર થઇ જશે.

phone

Cache ડેટા ક્લિયર કરો

કેશ ડેટા ક્લિયર કરવા પર ફોન ફાસ્ટ ચાલવા લાગે છે. આ ઉપરાંત કેશ ડેટા ઘણી સ્પેસ પણ રોકે છે.

Cache ડેટા ક્લિયર કરવા માટે શું કરશો

Cache ડેટા ક્લિયર કરવા માટે Settings > Storageમાં જાઓ અને Cache Data પર ટેપ કરો. તે બાદ OK પર ટેપ કરો. તમે Cleanerની મદદથી પણ તમારા  Cache ડેટાને ક્લિન કરી શકો છો.

ફેસબુક લાઇટ

તમારા સ્માર્ટફોનમાં હંમેશા ફેસબુક લાઇટ એપ યુઝ કરો. ફેસબુક લાઇટથી તમારો ડેટા તો બચશે જ પરંતુ ફોનની સ્પીડ પણ ઓછી નહી થાય. આ ઉપરાંત સ્લો ઇન્ટરનેટ હશે તો પણ એન્ડ્રોઇડ ફોનમાં ફેસબુક યુઝ કરવામાં પ્રોબ્લેમ નહી થાય. ફેસબુક વધુ બેટરી યુઝ કરે છે સાથે જ ફોનને સ્લો પણ કરી દે છે. તેવામાં ફેસબુક લાઇટ એક સારો ઓપ્શન છે.

બ્રાઉઝરમાંથી ઇમેજ ડિસેબલ કરી દો

ઇન્ટરનેટ યુઝ કરતી વખતે સાઇટ સ્લો ખુલી રહી હોય તો તમારા બ્રાઉઝરમાં જઇને ઇમેજને ડિસેબલ કરી દો. આમ કરવાથી ફોન સ્લો નહી થાય અને સાઇટ ફાસ્ટ ઑપન થશે અને ઇમેજ જોવા નહી મળે. પરંતુ ધ્યાન રાખો કે તેવામાં તમે ફક્ત ટેક્સ્ટ વાંચી શકશો. તમને ફોટો નહી દેખાય.

Read Also

Related posts

જો તમને ગેસ અપચો જેવી સમસ્યા છે તો આ પદાર્થનું કરો સેવન, દૂર થશે તકલીફ..

pratik shah

આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો છે આ એક્ટર, લોકો પાસે 300 રૂપિયાની માગી રહ્યો છે મદદ (Help)

Mansi Patel

રોજ રાતની ઊંઘ બગાડતાં હોય નસકોરાં તો, અજમાવી જુઓ આ 3 માંથી 1 આયુર્વેદિક ઉપાય

GSTV Web News Desk
Do NOT follow this link or you will be banned from the site!