GSTV
Auto & Tech News Trending

સસ્તામાં ફોન, ફ્રીઝ, એસી ખરીદવા ઈચ્છો છો તો જલ્દી કરો, જાણો આ તારીખ થી શરૂ થશે ફેસ્ટિવલ સેલ!

શું તમે સસ્તા ફોન અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ (consumer electronics products) ખરીદવા ઈચ્છો છો? જો હાં તો તમારા માટે એક સારી તક આવી છે, આગળના મહિને એટલે કે જુલાઈમાં કંપનીઓ ફેસ્ટીવ પ્રોડક્શન(festive production) શરૂ કરવા જઈ રહી છે. સ્માર્ટ ફોન (Smartphone) અને કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓએ આ વખતે ફેસ્ટિવ સિઝન સેલ એક મહિના પહેલા શરૂ કરવાની યોજના બનાવી છે, કંપનીઓને આશા છે કે તે સમયે ફેસ્ટીવ સીઝન સેલ (festive season sale)માં વિતરણ ગત વર્ષના મુકાબલે સારું થશે.

ગત વર્ષે આ કંપનીઓએ રેકોર્ડ બ્રેક વેચાણ કર્યું હતું. તેનું કારણએ છે કે દેશમાં રસીકરણ અભિયાને ઝડપ પકડી છે,તો સંઝ્યુમર સેન્ટીમેન્ટ(consumer sentiment) સારું થવાનું છે, આ વખતે કોરોનાની બીજી લહેર પછી પણ ગત વર્ષની જેમ કંપનીઓએ કર્મચારીની છંટણી નહોંતી કરી, આ કારણે આ વર્ષે બજારમાં રોનક રહે તેવી શક્યતાઓ રહેલી છે.

એલજી (LG), સેમસંગ (Samsung), ગોદરેજ (Godrej), હાયર (Haier), વીવો (Vivo), રિયલમી (Realme), એપલ (Apple), પેનાસેનિક (Panasonic), શિયોમી (Xiaomi) સહિતની કંપનીઓ આગળના મહિનાથી સંપૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન કરવા જઈ રહેલી છે. તેમનું મુખ્ય ફોકસ પ્રીમિયમ પ્રોડક્ટસ (Premium Products) પર છે. આ ઉત્પાદનનોની સારી માંગ દેખાઈ રહી છે, તેનું કારણ એ છે કે કોરોનાની બીજી લહેર નબળી પડી ગઈ છે. કંપનીઓને આશા છે કે આગળની સ્થિતિ પણ સામાન્ય બની રહે. ઘણી કંપનીઓએ કંપોનેટના ઘણા ઓર્ડર આપ્યા છે, કારણકે તેઓ નથી ઈચ્છતા કે ગત વર્ષની જેમ તેમને પ્રોડક્ટસની અછતનો સામનો કરવો પડે.

એલજીને આ વખતના ફેસ્ટીવ સિઝનમાં વેચાણમાં 15થી 20 ટકા ગ્રોથની આશા છે, એલજી ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટે જાણકારી આપી કે એલજી હોમ એપ્લાયન્સ બનાવવાળી દેશની સૌથી મોટી કંપની છે, તેમણે જણાવ્યું કે અમે વેચાણના અનુમાન પર ઉત્પાદન કરવા ઈચ્છીએછીએ, અમે આગળના મહિનાથી ફેસ્ટીવ પ્રોડક્શન શરૂ કરી દઈશું.

ગોદરેજ (Godrej) એપ્લાયન્સના બિઝનેસ હેડ પણ જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીની માંગ આ વખતે મજબૂત રહે તેવી શક્યતા રહેલી છે. લોકોનું રસીકરણ થઈ ગયું છે. આ વખતે ગત વર્ષની જેમ લોકોની કમાણીના મામલામાં વધુ નુકશાન પણ નથી થયું, ગોદરેજ આગળના મહિનાથી સંપૂર્ણ સ્પીડની સાથે પ્રીમિયમ રેન્જ (premium range)નું ઉત્પાદન શરૂ કરશે. ત્યાર પછી તેઓ મિડ સેંગમેન્ટ પ્રોડક્ટ્સ પર ધ્યાન આપશે.

સ્માર્ટફોન કંપની રિયલમી(Realme) પહેલેથીજ માંગ પૂરણ કરવા માટે 100 ટકા ક્ષમતા સાથે ઉત્પાદન કરી રહી છે, કંપનીએ ફેસ્ટિવ સીઝનથી પહેલા ઉત્પાદન વધુ 50 ટકા વધારવાની યોજના બનાઈ છે, ભારત અને યુરોપીયન બિઝનેસ માટે કંપનીના સીઈઓએ આ જાણકારી આપી હતી.

READ ALSO

Related posts

મુલાયમને કિડની આપવા સપાના ત્રણ નેતાની ઓફર, સપા નેતાની હાલત નાજુક

Hemal Vegda

મિશન 2024 / ચંદ્રશેખર રાવની દિલ્હી રેલીમાં વિપક્ષી એકતાનું પ્રદર્શન?, મોદી સામે લડવા રાવમાં થનગનાટ પણ વિપક્ષ ઉદાસિન

Hardik Hingu

હવે ફ્લાઈટમાં પાલતુ કૂતરા કે બિલાડીને પણ લઈ જઈ શકાશે, આ એરલાઈન્સે કરી જાહેરાત

Hemal Vegda
GSTV