GSTV

ગુજરાતના CM ઉદ્યોગપતિઓ નક્કી કરે છે તેવો ભ્રમ આ વર્ષે તૂટ્યો, આ નેતાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવા એક ફાર્મા બિઝનેસમેન હતા સક્રિય

Last Updated on September 23, 2021 by Dhruv Brahmbhatt

  • કેન્દ્રીય મંત્રી માટે દબાણ આવતાં વિચારણામાં આવેલા બીજા પાંચ નામ પર પણ ચોકડી મારી મોદીએ અંતે કોમનમેન ભૂપેન્દ્ર પટેલ પર પસંદગી ઉતારી હતી
  • મોદીના અમેરિકાના પ્રવાસમાં પહેલાં માંડવિયા સામેલ હતા પરંતુ ખેલાયેલા રાજકીય ડ્રામાથી અંતે તેમને પડતા મૂકાયા

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને ખસી જવાનું કહેવામાં આવ્યા પછી ગાંધીનગર અને દિલ્હીમાં 48 કલાકનો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો જેમાં ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે એક ટોચના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગપતિ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતાં પરંતુ તેઓ હતાશ ત્યારે થયા જ્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોમન મેન ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો.

ફાર્મા કંપનીના ટોચના ઉદ્યોગપતિએ CM પદ માટે મનસુખ માંડવિયાના નામનું દબાણ કર્યું હતું

ગુજરાતમાં ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રી નક્કી કરે છે તેવો ભ્રમ આ વખતે ભાંગી ગયો છે. કારણ કે નેતૃત્વ પરિવર્તનમાં ઉદ્યોગપતિનું ચાલ્યું નથી અને દબાણ લાવનારા રાજનેતાનું પણ ચાલ્યું નથી. ગુજરાતના રાજકીય ઘટનાક્રમની અંદરની એવી બાબત સામે આવી છે કે પાર્ટીના પ્રદેશ નેતાઓને પણ આશ્ચર્ય થયું છે. ફાર્મા કંપનીના ટોચના ઉદ્યોગપતિએ રાજ્યના મુખ્યમંત્રી પદ માટે કેન્દ્રીય આરોગ્ય, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર વિભાગના મંત્રી મનસુખ માંડવિયા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલા પેનલના નામોનો પણ વિરોધ કર્યો હતો.

રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, દાદરા-નગરહવેલી, દમણ અને દીવના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ તેમજ રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુનું નામ ચાલતું હતું. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ માટે એક એવો પણ વિરોધ હતો કે જેની વસતી એક ટકો પણ નથી તેવા રાજકીય નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી શકાય તેમ નથી. મુખ્યમંત્રી પદ માટે ખુદ નીતિન પટેલે દાવેદારી કરી હતી પરંતુ તેમનું ચાલ્યું નથી.

કેન્દ્રીય નિરીક્ષક તરીકે ગુજરાત આવેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ જ્યારે મેરેથોન બેઠકો કરી રહ્યાં હતાં ત્યારે પણ માંડવિયાનું નામ ઉછળતાં તેમને આશ્ચર્ય થયું હતું. આ તબક્કે તેમની સામે માત્ર ત્રણ નામ હતા જે પૈકી પ્રફુલ્લ પટેલ, નીતિન પટેલ અને આરસી ફળદુનો સમાવેશ થતો હતો. આ નિરીક્ષકોના પરામર્શમાં ખુદ મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રુપાલા ઉપસ્થિત હતા પરંતુ તેઓ ખુદ મુખ્યમત્રીના દાવેદાર છે તેવો અણસાર સુદ્ધાં ન હતો, જ્યારે પ્રફુલ્લ પટેલ તો ગુજરાત આવ્યા જ ન હતાં.

મનસુખ માંડવિયાનું નામ આવ્યું હોવાથી પાર્ટી હાઇકમાન્ડને શંકા ઉભી થઇ હતી

બીજી તરફ કોઇ કેન્દ્રીય મંત્રી ગુજરાતના મુખ્યમંત્રી બનશે તેવી વિચારણા નહીં હોવા છતાં ફાર્મા ઉદ્યોગજૂથના દબાણના કારણે મનસુખ માંડવિયાનું નામ સપાટી પર આવ્યું હતું. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થવાની ભૂતકાળમાં ઉભી થયેલી અનેક અટકળો સમયે પણ મનસુખ માંડવિયાનું નામ આવ્યું હોવાથી પાર્ટી હાઇકમાન્ડને શંકા તો ઉભી થઇ હતી પરંતુ જ્યારે મુખ્યમંત્રી બદલવાની ગંભીરતાથી વિચારણા કરવામાં આવી ત્યારે ફરીથી માંડવિયાનું નામ સામે આવતા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોંકી ઉઠ્યા હતાં.

ગુજરાતમાં જ્યારે રાજકીય ગતિવિધિ તેજ બની હતી તે જ અરસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાનો પ્રવાસ કાર્યક્રમ નક્કી થઇ રહ્યો હતો. દિલ્હી સ્થિત સૂત્રોએ જણાવ્યું હતું કે મોદીના અમેરિકાના પ્રવાસમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નામ હતું પરંતુ ફાર્મા ઉદ્યોગજૂથ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે માંડવિયાના નામ માટેનું દબાણ ઉભું થતાં છેવટની ઘડીએ માંડવિયાનું નામ અમેરિકાના પ્રવાસમાંથી નિકળી ગયું  છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી એટલે કે 22મી સપ્ટેમ્બર થી 26મી સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ આ પ્રવાસમાં જોડાયા છે.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!