GSTV

અનામત મુદ્દો: પીજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયા ખોરંભે, શું સરકાર પેરામેડિકલ પ્રવેશ હવે શરૂ કરશે?

Last Updated on November 27, 2021 by pratik shah

પીજી મેડિકલ પ્રવેશ કાઉન્સેલિંગ એક મહિના માટે સ્થગિત કરી દેવાતા હવે યુજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ પણ  પણ નહી થઈ શકે અને આ પ્રવેશ પ્રક્રિયા પણ ખોરંભે ચડશે.જ્યારે યુજી મેડિકલ-ડેન્ટલને લીધે રોકી રખાયેલી નીટ વગરની યુજી પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયા હવે સરકારે ટૂંક સમયમાં શરૂ કરી દેવી પડશે.

કેન્દ્ર સરકારે યુજી-પીજી મેડિકલ ઓલ ઈન્ડિયા ક્વોટા પ્રવેશમા અનામત લાગુ કરાયા બાદ સુપ્રીમકોર્ટમાં થયેલ પીટિશનના કેસમાં 25મીએ વધુ સુનાવણી દરમિયાન સરકારે ઈડબલ્યુએસની આવક મર્યાદાની સમીક્ષા કરવાનું જણાવતા પીજી મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયા એક મહિનો માટે સ્થગિત કરી દેવાઈ છે.

જાન્યુઆરીમાં પણ પ્રવેશ પ્રક્રિયા થશે કે કેમ તે પ્રશ્ન છે ત્યારે બીજી બાજુ યુજી મેડિકલ-ડેન્ટલના પ્રવેશ પણ ખોરંભે ચડશે. નીટ આધારીત મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીના ઓલ ઈન્ડિયા ક્વોટાના પ્રવેશ પણ અનામતના વિવાદને લઈને થયા નથી ત્યારે ઓલ ઈન્ડિયા ક્વોટાના પ્રવેશ ન થતા સ્ટેટ ક્વોટાના પ્રવેશ પણ રોકી રાખવામા આવ્યા છે.

WHO

હાલ ગુજરાતની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા યુજી મેડિકલ માટે માત્ર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે પરંતુ મેરિટ,ચોઈસ ફિલિંગ અને સીટ એલોટમેન્ટ પ્રક્રિયા હવે પીજી મેડિકલ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નહી થઈ શકે. મહત્વનું છે કે યુજી મેડિકલ-ડેન્ટલના પ્રવેશ ન થતા સરકારે પેરામેડિકલના પ્રવેશ પણ રોકી રાખ્યા હતા. 

ધો.12 સાયન્સ પછીના નીટ સિયાના બોર્ડ પરિણામ આધારીત નર્સિગ,ફીઝિયોથેરાપી સહિતના આઠ પેરામેડિકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા પણ ખોરંભે ચડી હતી.સરકારની પેરામેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા સપ્ટેમ્બરમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરાયા બાદ થોડા દિવસ પહેલા નવુ રજિસ્ટ્રેશન શરૂ કરાયુ હતુ.જે પણ પુરૂ થઈ ગયુ છે અને હાલ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરીને પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે.

મેડિકલ-ડેન્ટલ સાથે પેરામેડિકલના સમાંતર પ્રવેશ થાય તો વિદ્યાર્થીઓ એક બ્રાંચમા નહી તો બીજી બ્રાંચમાં જઈ શકે તેવુ આયોજન હતુ પરંતુ પીજી મેડિકલને લીધે હવે યુજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ એક મહિના કરતા વધુ સમય માટે સ્થગિત થતા સરકારે યુજી પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયા આગળ શરૂ કરી દેવી પડશે.મળતી માહિતી મુજબ થોડા દિવસમાં જ મેરિટ જાહેર કરી ચોઈસ ફિલિંગ-સીટ એલોટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.

READ ALSO

Related posts

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!