દેશના લાખો પેન્શનધારકો માટે મોટી ખુશખબર છે. સરકાર એક નવી સ્કીમ લઇને આવી રહી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)નું કહેવુ છે કે ટૂંક સમયમાં જ મિનિમમ રિટર્ન વાળી પેન્શન ગેરેન્ટી આવશે, જેની તૈયારીઓ ચાલી રહી છે. PFRDA આ સ્કીમને વર્તમાન નાણાકીય વર્ષમાં જ લાગુ કરી શકે છે.
સ્કીમની રૂપરેખા તૈયાર થશે
PFRDAના અધ્યક્ષ સુપ્રતિમ દાસ બંદોપાધ્યાયનું કહેવુ છે કે આ વિશે પેન્શન ફંડ્સ અને એક્ચુરિયલ ફર્મ સાથે વાતચીત ચાલી રહી છે. આ વાતચીતના આધારે યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. PFRDA કાયદા અંતર્ગત એક મિનિમમ સુનિશ્વિત રિટર્નની યોજના શરૂ કરવાની પરવાનગી છે. પેન્શન ફંડ યોજનાઓ અંતર્ગત મેનેજ કરવામાં આવી રહેલા ફંડને માર્ક ટુ માર્કેટ કરવામાં આવે છે. તેમાં કેટલાંક ઉતાર-ચડાવ થતા રહે છે. તેનુ મૂલ્યાંકન માર્કેટની સ્થિતિ જોઇને થાય છે.

સુપ્રિતમ દાસ બંદોપાધ્યાયે કહ્યું કે, પેન્શન ફંડમાં મિનિમમ સુનિશ્વિત રિટર્ન આપવા માટે PFRDA પેન્શન ફંડ મેનેજમેન્ટ અને એક્ચુરિયલ ફર્મો સાથે વાતચીત ચાલી રહી છે. તેનો હેતુ તે નિશ્વિત કરવાનો છે કે પેન્શનની મિનિમમ ગેરેન્ટીનું શું સ્તર હોય, જે આપી શકાય.
PFRDAનું કહેવુ છે કે પેન્શનની આ યોજનાની ગેરેન્ટી માર્કેટ સાથે જોડાયેલી હશે. ફંડ મેનેજરોને જ રોકાણ પર મળનાર નફામાંથી ગેરેન્ટીવાળા હિસ્સાને નક્કી કરવાનો રહેશે.

આવી સ્કીમ હજુ સુધી નથી બની
PFRDAએ નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને અટલ પેન્શન યોજના (APY)ને બનાવવા અને ફીચર્સ જોડવામાં ઘણુ કામ કર્યુ છે પરંતુ આ તમામ કેન્દ્ર સરકારની યોજનાઓ છે. PFRDA જે સ્કીમ લાવવાની યોજના બનાવી રહ્યું છે, તે તેની પોતાની પહેલી વાસ્તવિક સ્કીમ હશે. આ ખાસ એટલા માટે છે કારણ કે PFRDA અત્યાર સુધી આવી કોઇ ગેરેન્ટીવાળી સ્કીમ નથી લાવ્યુ.
NPSમાં સબ્સ્ક્રાઇબર્સને દર મહિને, ત્રણ મહિના અથવા છ મહિનાની એક નિશ્વિત રકમનું રોકાણ હોય છે. રિટાયરમેન્ટ બાદ સબસ્ક્રાઇબર્સને એક નિશ્વિર રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે. નેશનલ પેન્શન સ્કીમની શરૂઆત કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004થી કરી હતી, આ તારીખ બાદ જોઇન કરનાર તમામ સરકાર કર્મચારીઓ માટે આ યોજના જરૂરી છે.

ખાનગી ક્ષેત્રના કર્મચારી પણ થઇ શકે છે સામેલ
વર્ષ 2009 બાદ આ યોજનાને ખાનગી સેક્ટરમાં કામ કરનારા લોકો માટે પણ ખોલી દેવામાં આવી. રિટાયરમેન્ટ બાદ કર્મચારી એનપીએસનો એક હિસ્સો ઉપાડી શકે છે. સાથે જ બાકી રકમમાંથી રેગ્યુલર ઇનકમ માટે એન્યુટી લઇ શકે છે. નેશનલ પેન્શન સ્કીમમાં 18થી 60 વર્ષનો કોઇપણ વ્યક્તિ લઇ શકે છે.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ