GSTV
Home » News » PFOમાં લાંચ લેતા અધિકારીના 3 દિવસના રિમાન્ડ મંજૂર, CBIએ આ રીતે રંગેહાથ પકડ્યા હતા

PFOમાં લાંચ લેતા અધિકારીના 3 દિવસના રિમાન્ડ મંજૂર, CBIએ આ રીતે રંગેહાથ પકડ્યા હતા

વડોદરામાં આવેલી PF ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઓફિસર રજનીશ તિવારીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. રજનીશ તિવારીને પોતાની ઓફિસમાં લાંચ લેતા ગાંધીનગરથી આવેલી સીબીઆઇની ટીમે ઝડપી પાડ્યો હતો. CBI દ્વારા આરોપીને આરોપી રજનીશ તિવારીને જજના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો. CBIના વકીલે દલીલમાં 3.90 લાખની રકમ આરોપી પાસેથી મળી આવી છે. અન્ય કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવાની છે.

સાથે જ આરોપીનો વોઇસ સ્પેકટોગ્રાફી તથા અન્ય ક્યાં લોકો એમની સાથે સંડોવાયેલા હતાં. તેની તપાસ માટે સીબીઆઈ પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રજનીશ તિવારીના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી રજનીશ તિવારીએ સર્વે માટે લાંચ પેટે 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેમાં પહેલો હપ્તો પાંચ લાખ રૂપિયાનો નક્કી થયો હતો. આ પ્રથમ હપ્તો રજનીસ સ્વીકારી રહ્યો હતો તે દરમિયાન જ સીબીઆઇની ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધો હતો.

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!