GSTV

કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાતા જ આ ‘ઓરલ’ દવા કરશે વાયરસનો ખાતમો, આ કંપની કરી રહી છે ટેસ્ટિંગ

કોરોના

Last Updated on September 29, 2021 by Bansari

ફાર્મા કંપની ફાઇઝરે કહ્યું છે કે તે કોવિડ -19 ના સંપર્કમાં આવેલા હજારો પુખ્ત વયના લોકો પર કોરોનાની નવી ઓરલ દવાનું ટેસ્ટિંગ કરી રહી છે, જેથી તેમાં વાઇરસના લક્ષણોને આવતા રોકી શકાય. ફાઇઝર પોતાની મહામારી રિસર્ચ વધારવામાં લાગી છે. કંપનીએ જાહેરાત કરી કે તે PF-07321332 તરીકે ઓળખાતી એન્ટિવાયરલ ઓરલ દવાની મિડ-ટૂ-લેટ ટ્રાયલ તરફ આગળ વધી રહી છે. ફાઈઝરે કહ્યું કે ટ્રાયલના પહેલા તબક્કામાં આ દવા સલામત અને સહનશીલ હતી. કંપનીએ કહ્યું કે આ દવાનો ઉપયોગ કોરોના સંક્રમણના પ્રથમ લક્ષણો દરમિયાન કરવામાં આવશે, જેથી દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું ન પડે.

ફાઇઝરના ચીફ સાયંટિફિક અધિકારી, મિકાએલ ડોલ્સ્ટેને મુખ્ય વેક્સિનને પૂરક તરીકે દવા અને અન્ય નિવારક પ્રયાસોની ભલામણ કરી હતી. તમને જણાવી દઈએ કે ફાઈઝર રસી બજારમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે જો આ દવા સફળ થશે તો અમને લાગે છે કે તે વાયરસને શરૂઆતથી જ રોકી દેશે. આ દવા એવા લોકોમાં કોરોનાના લક્ષણોને અટકાવશે જેમને ચેપ લાગવાનું જોખમ હોય અને લક્ષણો દેખાતા હોય. કંપની 2,600 થી વધુ પુખ્ત વયના લોકોની ભરતી કરશે, જે કોઇ એવા વ્યક્તિ સાથે ઘરમાં રહેતા હોય જેના કોવિડ -19 સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ હોય.

કોરોના

એફડીએ તરફથી ફૂલ અપ્રુવલ મેળવનાર ફાઈઝર પ્રથમ વેક્સિન

ટેસ્ટમાં સામલે થનારા લોકોને પાંચ કે 10 દિવસ માટે દિવસમાં બે વખત આ ઓરલ દવા આપવામાં આવશે. આ ઉપરાંત, લોકોને HIV દવા રિટનવીરનો લો ડોઝ આપવામાં આવશે, જે દવાની અસરને ધીમી કરવા માટે કોરોનાવાયરસની નકલ કરતા એન્ઝાઇમને અવરોધિત કરવાનું કામ કરે છે. ટેસ્ટના ભાગરૂપે કેટલાક ટેસ્ટના કેટલાંક સહભાગીઓને ઓરલ પ્લેસબો પણ આપવામાં આવશે. કોવિડ -19 સામે રક્ષણ આપવા માટે હાલમાં કોઈ ઓરલ દવા નથી. ફાઈઝર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ફુલ અપ્રુવલ મેળવનાર પ્રથમ રસી હતી. આ રીતે, તે હવે યુએસ બજારોમાં પણ ઉપલબ્ધ છે.

કોરોના

ફાઈઝર ઓરલ એન્ટિવાયરલ ગોળી બનાવવામાં અન્ય કંપનીઓને આપી રહી છે ટક્કર

ફાર્મા કંપનીઓ દ્વારા હાલમાં નેઝલ સ્પ્રે રસીઓ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, ઇઝરાયેલ જેવા દેશોએ પણ ઓરલ કોવિડ -19 વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી છે. ફાઇઝર હાલમાં ઓરલ એન્ટિવાયરલ ગોળી વિકસાવવામાં મર્ક અને રોશે હોલ્ડિંગ સહિત અન્ય કંપનીઓને ટક્કર આપી રહી છે. હાલમાં, ગિલયડ સાયન્સનું રેમડેસિવીર યુએસ દ્વારા મંજૂર કોવિડ -19 માટે એકમાત્ર એન્ટિવાયરલ સારવાર છે.

Read Also

Related posts

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!