GSTV

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Last Updated on June 22, 2021 by Zainul Ansari

ફાઇઝરનાં સીઇઓ આલ્બર્ટ બૌર્લાએ કહ્યું કે ભારતમાં કોવિડ 19 વેક્સિનને મંજુરી મેળવવા માટે ફાઇઝર હવે છેલ્લા તબક્કામાં છે, મને આશા છે કે નજીકનાં ભવિષ્યમાં જ અમે સરકાર સાથે એક સમજુતીને અંતિમ સ્વરૂપ આપીશું, આ સમાચાર ત્યારે આવ્યો છે, જ્યારે ભારતને રસીનો પુરવઠો મોટા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર અમેરિકાની અગ્રણી ફાર્મા કંપનીઓ સાથે ચર્ચા કરી રહી છે. સરકારી સલાહકાર વિનાદ કુમારે મિડિયાને જણાવ્યું કે રસીની આયાત અંગેનો કોઇ પણ અંતિમ નિર્ણય ભારતિય કાયદાને અનુકુળ હોવો જોઇએ, અને સરકારને આશા હતી કે આ રસી આ વર્ષની સમાપ્તી પહેલા દેશમાં ઉપલબ્ધ થઇ જશે.

pfizer vaccine

એપ્રિલ 2021માં ભારતે મોડર્ના, જોહન્સન એન્ડ જોહન્સન તથા ફાઇઝરને COVID-19 ની બીજી લહેર વચ્ચે ભારતીય બજારમાં રસીનો પુરવઠો પુરો પાડવા માટે આમંત્રિત કર્યા હતાં, જો કે ભારતે આ ફાર્મા કંપનીઓ સાથે કોઇ સમજુતી પર હસ્તાક્ષર કર્યા નથી, કેમ કે બાદમાં કથિત રીતે રસીનાં પ્રતિકુળ અસરથી થતી નુકસાનની ભરપાઇ માટે હસ્તાક્ષર કર્યા વગર કોઇ પણ દેશમાં રસીની સપ્લાય કરવામાં આવી નથી.

એવી અટકળો છે કે ફાઇઝર વેક્સિન ઓગસ્ટ સુધી ભારતમાં ઉપલબ્ધ થઇ શકે છે, જો કે કંપનીએ આ અંગે કોઇ સત્તાવાર ઘોષણા કરી નથી, એવા રિપોર્ટ છે કે ફાઇઝર રસીનાં પહેલા શોટ પહેલા દેશમાં રસીનું ટ્રાયલ થશે.

Read Also

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!