GSTV
Gujarat Government Advertisement

મોટી રાહત/ આ કંપની નફો લીધા વિના ભારતમાં આપશે કોરોના વેક્સિન, આટલી હશે કિંમત

ઓનલાઇન

Last Updated on April 23, 2021 by Bansari

અમેરિકન ફાર્મા કંપની ફાઈઝરે જાહેરાત કરી હતી કે તે ભારતમાં નફો લીધા વગર પડતર કિંમતે વેક્સિન આપશે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપનીએ ભારત સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. એ પ્રમાણે નફો લીધા વગર કંપની ભારતના વેક્સિનેશન મિશન માટે વેક્સિન આપશે. કંપનીએ દાવો કર્યો હતો કે ભારતને આપવા માટે ફાઈઝરે તેનો ભાવ નક્કી કરી લીધો છે.

કોરોના

કંપનીએ ભાવ બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

દુનિયાભરના લોકોને સસ્તાભાવે વેક્સિન મળે તે માટે કંપનીએ આ પ્રયાસ કર્યો છે એવું નિવેદનમાં કહેવાયું હતું. જોકે, કંપનીએ ભાવ બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વિદેશી વેક્સિનને ભારતના વેક્સિનેશન મિશન માટે પરવાનગી આપી હતી. એ પછી ફાઈઝર, મોર્ડેના અને જોન્સન એન્ડ જોન્સનની રસી ભારતમાં પણ અવેલેબલ થશે.

ભારતમાં કોવિશિલ્ડના ભાવ નક્કી કરાયા

ભારતમાં રસીકરણની જંગ 1 મેથી વધુ મજબુત થશે. રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોને રસી કેટલા રૂપિયામાં મળશે તેની જાહેરાટ કરી દેવામાં આવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાજ્યો અને ખાનગી હોસ્પિટલો માટે રસીના એક ડોઝની કિંમત નક્કી કરી છે, જે મુજબ કોવિશિલ્ડની માત્રા ખાનગી હોસ્પિટલમાં 600 રૂપિયામાં મળશે, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેની કિંમત 400 રૂપિયા હશે. એટલે કે સરકારી હોસ્પિટલમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 400 રૂપિયા આપીને અને ખાનગી હોસ્પિટલમાં 600 રૂપિયા આપીને રસી મેળવી શકે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું છે કે કંપની કુલ રસી ઉત્પાદનના 50% ભારત સરકારના રસીકરણ કાર્યક્રમને આપશે અને બાકીના 5૦% રસી રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે હશે. જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર ભારત સરકાર જ રસી ખરીદતી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર પણ આ રસી ખરીદી શકશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલી ઘોષણા મુજબ, રાજ્ય સરકાર (સરકારી હોસ્પિટલોમાં) માટે રસીના એક ડોઝની કિંમત 400 રૂપિયા થશે, જ્યારે ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયાનો ડોઝ મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!