GSTV
Home » News » PFની રકમ ઉપાડવી હવે એટલી સરળ નથી રહી! બદલાઇ ગયો છે આ નિયમ, જાણી લો ફાયદામાં રહેશો

PFની રકમ ઉપાડવી હવે એટલી સરળ નથી રહી! બદલાઇ ગયો છે આ નિયમ, જાણી લો ફાયદામાં રહેશો

warren buffett strategy

કોઇપણ નોકરિયાત વ્યક્તિ માટે તેનું પ્રોવિડંડ ફંડ સૌથી મહત્વનું હોય છે. પહેલાં આ રકમને ઉપાડવામાં લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ ચક્કરમાં પીએફની રકમ મળવામાં લોકોને ઘણો સમય નીકળી જતો હતો. પરંતુ હવે ઇપીએફઓ પોર્ટલના માધ્યમથી ઑનલિન ક્લેમ કરવા પર પણ પીએફની રકમ મળી જાય છે.

જો કે ઓનલાઇન ક્લેમની પ્રક્રિયા હવે બદલાઇ ગઇ છે. હકીકતમાં હવે પીએફ ખાતામાંથી એડવાન્સ રૂપિયા (ફોર્મ 31) ઉપાડવા માટે કર્મચારીઓને પાસબુક કે ચેકની સ્કેન કરેલી કૉપી પણ અપલોડ કરવાની રહેશે. અત્યાર સુધી તેની જરૂર ન હતી.

કેવી રીતે ઉપાડશો પીએફના રૂપિયા

  • પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌપ્રથમ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવાનું રહેશે.
  • અહીં તમારે તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને પાસવર્ડ સાથે લૉગઇન કરવાનું રહેશે.
  • લૉગ ઇન બાદ હોમ પેજ પર ઑનલાઇન સર્વિસ કેટેગરીમાં જવાનું રહેશે.
  • તે પછીના સ્ટેપમાં તમારે તમારા રજીસ્ટર્ડ બેન્ક એકાઉન્ટના અંતિમ ચાર ડીજીટને એન્ટર કરીને વેરિફાય કરવાનું રહેશે.
  • તે બાદ ‘પ્રોસિડ ફૉર ઑનલાઇન ક્લેમ’ને ક્લિક કરવાનું રહેશે.
  • અહીં સિલેક્ટ ક્લેમ ઑપ્શન આવશે. તેમાં તમારે ક્લેમ (ફોર્મ-31,19,10C અને 10D) પર ક્લિક કરવાનું રહેશે.
  • આ ક્લેમ ઓપ્શનમાં તમારે અમાઉન્ટ, એડ્રેસ અને પાસબુક કે ચેકની સ્કેન કૉપી અપલોડ કરવાની રહેશે.
  • તે પછીના સ્ટેપમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આપશે. ઓટીપી વેરિફાય કરતાં જ તમારા પીએફની રકમ માટે ક્લેમ રિકવેસ્ટ એક્ટિવ થઇ જશે.
  • તે બાદ તમે ક્લેમ સ્ટેટસ પર ટેબ કરીને તેને જોઇ શકો છો.

Read Also

Related posts

ભાજપના આ સાંસદ સાથે થયો જાતિગત ભેદભાવ, ગામમાં પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો

Nilesh Jethva

Video: નચ બલિયેના સેટ પર મનીષ પૉલે કરી એવી હરકત, શૉ છોડીને ચાલી ગઇ રવિના ટંડન

Bansari

વિનેશ ફોગાટનું વર્લ્ડ ચેમ્પિયનનું સપનું તૂટ્યું, ધમાકેદાર શરૂઆત પછી પ્રી ક્વાર્ટરફાઈનલમાં મળી નિરાશા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!