GSTV

બદલાવ/ 1 એપ્રિલથી લાગુ થશે PFને લગતો આ નવો નિયમ, જાણો તમારા પર થશે શું અસર

pf

PFને લગતો એક નવો નિયમ એક એપ્રિલથી લાગુ થવા જઇ રહ્યો છે. આ નિયમ વિશેષરૂપે તે લોકો પર અસર કરશે જેની આવક વધુ છે અને EPFમાં વધુ કોન્ટ્રિબ્યૂટ કરે છે. હકીકતમાં આ વિશે બજેટમાં આ અંગે ઘોષણા કરવામાં આવી હતી કે જે લોકોનું કોઇપણ નાણાકીય વર્ષમાં PFમાં જેનું વાર્ષિક યોગદાન 2.5 લાખ રૂપિયા કરતાં વધુ છે, તેમણે તેના વ્યાજ પર ટેક્સ છૂટ નહી મળે.

pf

1 એપ્રિલથી લાગુ થશે PFનો આ નિયમ

સીતારમણે 2021-22ના પોતાના બજેટ ભાષણમાં કહ્યું, ઉચ્ચ આવક પ્રાપ્ત કરનારા કર્મચારીઓ દ્વારા થતી આવક પર આપવામાં આવતી છૂટને યુક્તિસંગત બનાવવા માટે હવે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે વિભિન્ન ભવિષ્ય નિધિઓમાં કર્મચારીઓના અંશદાન પર અર્જિત વ્યાજની આવક પર કર છૂટની મર્યાદાને 2.5 લાખ રૂપિયાના વાર્ષિક અંશદાન સુધી સીમિત રાખવામાં આવે. આ એક એપ્રિલથી પ્રભાવમાં આવશે.

pf

બજેટ બાદ મંત્રીએ કહ્યું હતું કે, અમે કોઇ કર્મચારીઓના અધિકારોને ઓછા નથી કરી રહ્યા. પરંતુ કોઇ એક કરોડ રૂપિયા ખાતામાં જમા કરી 8 ટકા વ્યાજ લે છે, મને લાગે છે કે આ યોગ્ય નથી અને તેથી અમે મર્યાદા લાગુ કરી છે.

pf

સરકારનો દાવો એક ટકા કર્મચારી થશે પ્રભાવિત

સરકારનો દાવો છે કે તેનાથી એક ટકાથી પણ ઓછા કર્મચારીઓ પ્રભાવિત થશે. ખર્ચ સચિવ ટી વી સોમનાથને કહ્યું કે હકીકતમાં જઇ રહેલા લોકો 2.5 લાખથી વધુનું યોગદાન કરી રહ્યાં છે, તેમની સંખ્યા EPFમાં યોગદાન કરનારાઓની કુલ સંખ્યાના એક ટકાથી પણ ઓછી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના અંશધારકોની સંખ્યા છ કરોડ છે.

Read Also

Related posts

આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી

Pravin Makwana

અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા

Pravin Makwana

જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!