GSTV

ખાસ વાંચો/ PF એકાઉન્ટમાં આવી ગયું છે વ્યાજ તો 1 જ કલાકમાં આ રીતે ઉપાડો રૂપિયા, આટલી સરળ છે પ્રોસેસ

EPFO

Last Updated on October 22, 2021 by Bansari

કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF) એકાઉન્ટમાં દિવાળી પહેલા EPFO ​​PF નું વ્યાજ ટ્રાન્સફર કરી રહ્યું છે. જો તમે તહેવાર પહેલા તમારા PF ના રૂપિયા ઉપાડવા માંગો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. PF એડવાન્સ કેવી રીતે ઉપાડવું તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને જણાવી દઈએ કે, હવે મેડિકલ ઈમરજન્સીના સમયે તમારા બેંક એકાઉન્ટમાં 1 કલાકની અંદર PF રૂપિયા આવી જાય છે.

PF

PF માંથી એડવાન્સ નાણાં કેવી રીતે ઉપાડશો?

જો તમે તમારા FPFO એકાઉન્ટમાંથી એડવાન્સ રૂપિયા ઉપાડવા માંગતા હો, તો આ પ્રોસેસ ફોલો કરો

  • સૌથી પહેલા www.epfindia.gov.in વેબસાઈટના હોમ પેજ પર જાઓ અને Online Advance Claim પર ક્લિક કરો.
  • તમે unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર લોગ ઇન કરીને પણ આ કરી શકો છો.
  • online Service પર જાઓ અને Claim (ફોર્મ -31,19,10 સી અને 10 ડી) પર ક્લિક કરો.
  • તમારા બેંક એકાઉન્ટના છેલ્લા 4 ડિજિટ એન્ટર કરો અને વેરિફાય કરો.
  • Proceed for Online Claim પર ક્લિક કરો
  • ડ્રોપ ડાઉનમાંથી PF Advance સિલેક્ટ કરો (ફોર્મ 31)
  • તમારું કારણ પસંદ કરો. ટ્રાન્સફર કરવાની રકમ એન્ટર કરો અને ચેકની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
  • Get Aadhaar OTP પર ક્લિક કરો અને આધાર લિંક્ડ મોબાઇલ પર પ્રાપ્ત ઓટીપી ટાઇપ કરો.
  • આ રીતે તમારો કલેમ ફાઇલ થઇ ગયો છે. એક કલાકમાં તમારા એકાઉન્ટમાં PF ક્લેમના રૂપિયા આવી જશે.

PF એકાઉન્ટમાં થમા થઇ વ્યાજની રકમ

EPFO એ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજ PF એકાઉન્ટધારકોના એકાઉન્ટમાં જમા કરવાનું શરૂ કર્યું છે. દેશના લગભગ 6.5 કરોડ PF એકાઉન્ટમાં પૈસા આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, તમામ એકાઉન્ટધારકો તેમના એકાઉન્ટમાં PF ના કેટલા રૂપિયા આવ્યા તે જોવા માટે તેમના PF એકાઉન્ટને ચેક કરી રહ્યા છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે PF પર 8.5 ટકા વ્યાજ ટ્રાન્સફર કરવાના પ્રસ્તાવને સરકારે પહેલેથી જ લીલી ઝંડી આપી દીધી હતી. શ્રમ મંત્રાલયે પણ આ નિર્ણયને પોતાની સંમતિ આપી દીધી હતી. હવે EPFO ​ગ્રાહકોના એકાઉન્ટમાં 8.5 ટકા વ્યાજ જમા કરી રહ્યું છે.

pf

આ રીતે ચેક કરો વ્યાજની રકમ

EPFO માં વ્યાજના રૂપિયા ચેક કરવા માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા એકાઉન્ટમાં વ્યાજની રકમ જમા થઈ છે કે નહીં તે તપાસવાની ઘણી રીતો છે. સામાન્ય રીતે , EPFO તરફથી વ્યાજ ટ્રાન્સફર કરવાની માહિતી મેસેજ દ્વારા દરેક ગ્રાહકને આપવામાં આવે છે. પરંતુ, તમે જાતે જ મેસેજ કરીને એકાઉન્ટમાં બેલેન્સની માહિતી સરળતાથી મેળવી શકો છો. તમારે ફક્ત તમારા મોબાઇલ ફોન પર ‘EPFOHO UAN ENG’ ટાઇપ કરીને 7738299899 પર મોકલવું પડશે. મેસેજના છેલ્લા ત્રણ અક્ષરો ભાષા માટે છે..

જો તમે તમારા એકાઉન્ટની માહિતી હિન્દીમાં મેળવવા માંગતા હો, તો તમે તેને ‘EPFOHO UAN HIN’ લખીને મોકલી શકો છો. પરંતુ એકાઉન્ટધારકોએ ધ્યાનમાં રાખવું કે આ મેસેજ તે જ મોબાઈલ ફોન પરથી મોકલો જેનો નંબર UAN માં રજીસ્ટર્ડ છે. આ સિવાય, તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપીને પણ માહિતી મેળવી શકો છો. આ પછી તમને EPFO ​​તરફથી એક મેસેજ મળશે જેમાં તમને તમારા PF એકાઉન્ટની વિગતો મળશે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!