GSTV

ખુશખબર/ PF ખાતાધારકોને મળશે દિવાળી ગિફ્ટ: બેંક એકાઉન્ટમાં જમા થશે વ્યાજના રૂપિયા, ફટાફટ આ રીતે ચેક કરો બેલેન્સ

pf

Last Updated on October 11, 2021 by Bansari

EPFO Interest: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 6 કરોડથી વધુ ખાતાધારકો માટે સારા સમાચાર છે. આ વખતે તેઓ દિવાળી ધામધૂમથી ઉજવશે. PF ખાતાધારકોના બેંક ખાતામાં વ્યાજની રકમ ટૂંક સમયમાં ટ્રાન્સફર થવા જઈ રહી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ઈપીએફઓ 6 કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં 2020-21 માટે વ્યાજ ટ્રાન્સફર કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.

જણાવી દઈએ કે સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે ગ્રાહકોના ખાતામાં PF પર 8.5 ટકા વ્યાજ ટ્રાન્સફર કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે શ્રમ મંત્રાલયે પણ આ નિર્ણય પર પોતાની મહોર લગાવી દીધી છે. હવે EPFO ​​ટૂંક સમયમાં ગ્રાહકોના ખાતામાં 8.5 ટકા વ્યાજની રકમ જમા કરશે.

PF

EPFO એ નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકાના વ્યાજદરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો, આ વ્યાજ દર છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો છે. ગયા નાણાકીય વર્ષમાં પણ વ્યાજ આટલું જ હતું. વર્ષ 2019 માં EPF પર 8.65 ટકા વ્યાજ ઉપલબ્ધ હતું અને અગાઉ 2018 માં 8.55 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું. અહીં જણાવી દઈએ કે છેલ્લા નાણાકીય વર્ષ 2019-20 માં, KYC માં થયેલી ગરબડના કારણે, ઘણા લોકોને વ્યાજ મેળવવા માટે 8-10 મહિના સુધી રાહ જોવી પડી હતી.

નકલી કોલ્સથી સાવધ રહો

EPFO એ તેના ખાતાધારકોને કોઈપણ ફેક કોલ સામે સાવધાન રહેવાની સલાહ આપી છે. EPFO એ તેના 6 કરોડ PF ખાતાધારકોને પર્સનલ ડિટેલ્સ અને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા અંગે ચેતવણી આપી છે. ઇપીએફઓએ ટ્વિટર પર ચેતવણી જારી કરતી વખતે કહ્યું છે કે, ‘ઇપીએફઓ ક્યારેય ફોન કોલ પર તેના ખાતાધારકો પાસેથી યુએએન નંબર, આધાર નંબર, પાન નંબર અથવા બેંકની વિગતો માંગતી નથી, અને ન તો ઇપીએફઓ તેના ખાતાધારકને કોઇ ફોન કોલ કરે છે. . ‘

pf

PF એકાઉન્ટ

તમે જે સંસ્થામાં કામ કરો છો તે વતી ઇપીએફઓ ખાતામાં દર મહિને રૂપિયા ટ્રાન્સફર થાય છે. આ એક નિશ્ચિત રકમ છે, જે તમારા પગારમાંથી કાપીને PF ખાતામાં જમા કરવામાં આવે છે. તમારી સંસ્થા પણ આ ખાતામાં આટલી જ રકમનું યોગદાન આપે છે.

આ રીતે ચેક કરો વ્યાજ

તમારા ખાતામાં વ્યાજની રકમ જમા થઈ છે કે નહીં તે ચેક કરવાની ઘણી રીતો છે. જોકે, ઇપીએફઓ મેસેજિંગ દ્વારા દરેક સબ્સ્ક્રાઇબરને વ્યાજ ટ્રાન્સફર કરવાની માહિતી આપે છે.

તમે મેસેજ કરીને પણ એકાઉન્ટમાં બેલેન્સની માહિતી મેળવી શકો છો. તમારે તમારા મોબાઇલ ફોન પર EPFOHO UAN ENG ટાઇપ કરીને 7738299899 પર મોકલવું પડશે. મેસેજના છેલ્લા ત્રણ અક્ષરો ભાષા માટે છે. જો તમને હિન્દીમાં માહિતી જોઈતી હોય તો તમે EPFOHO UAN HIN લખીને મોકલી શકો છો. ધ્યાનમાં રાખો કે તમે તે જ મોબાઇલ ફોન પરથી મેસેજ મોકલો જેનો નંબર UAN માં રજીસ્ટર્ડ હોય.

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરો. આ પછી તમને EPFO ​​તરફથી એક મેસેજ મળશે જેમાં તમને તમારા PF એકાઉન્ટની ડિટેલ્સ મળશે.

Read Also

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!