GSTV

શું પેટ્રોલ-ડીઝલના એકસમાન ભાવ થઇ જશે?પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો આ જવાબ

Last Updated on July 26, 2021 by Pritesh Mehta

પેટ્રોલ અને ડીઝલની એકસમાન કિંમત પર સરકારે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો એકસમાન રાખવાની કોઈ યોજના વિચારાધીન નથી અને હજુ સુધી જીએસટી કાઉન્સિલે તેલ અને ગેસને જીએસટીમાં સામેલ કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી મુક્યો.

શું કહ્યું સરકારે?

લોકસભામાં ઉદય પ્રતાપ સિંહ અને રોડમલ નાગરના પ્રશ્ન કે ‘શું સરકાર સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને એકસમાન કરવાને લઈને કોઈ યોજના તૈયાર કરી રહી છે?’ ના લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, ‘આ પ્રકારની કોઈ યોજના સરકાર સમક્ષ વિચારાધીન નથી.’ તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, વેટ, સ્થાનિક ડીલરો જેવા પરિબળોને કારણે જુદા જુદા બજારોમાં જુદા જુદા હોય છે.

પેટ્રોલ

આંતરરાષ્ટ્રીય બજારના આધારે નક્કી થાય છે કિંમત

અન્ય એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વર્ષ 2010ની તત્કાલીન સરકારના સમયથી પેટ્રોલિયમ પદાર્થોની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારની કીંમતોના આધાર પર નક્કી થાય છે. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક તરીકે 32 રૂપિયા લેવામાં આવે છે અને તેનો ઉપયોગ 80 કરોડ લોકોને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સહાયતા આપવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોને નિઃશુલ્ક રસીકરણ, એમએસપી આપવા અને પ્રધાનમંત્રી સન્માનનિધિ વગેરેમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!