GSTV
Home » News » મોદી સરકારનો નવો પ્લાન: હવે નહી ખાવા પડે પેટ્રોલપંપના ધક્કા, રિટેલ સ્ટોર પર મળશે પેટ્રોલ-ડીઝલ

મોદી સરકારનો નવો પ્લાન: હવે નહી ખાવા પડે પેટ્રોલપંપના ધક્કા, રિટેલ સ્ટોર પર મળશે પેટ્રોલ-ડીઝલ

કેન્દ્રની મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં ઝડપથી મોટા નિર્ણયો લઇ રહી છે. આ જ કડીમાં હવે એવો નિર્ણય લેવાઇ શકે છે જેના કારણે તમારે પેટ્રોલ-ડીઝલ માટે પેટ્રોલ પંપના ધક્કા નહી ખાવા પડે. મીડિયા રિપોર્ટસ અનાર મોદી સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જ્યાં તમે સામાન ખરીદી રહ્યાં હોય ત્યાં જ તમે પેટ્રોલ-ડીઝલ પણ ખરીદી શકો. એક અહેવાલ અનુસાર પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય એક કેબિનેટ પ્રસ્તાવ તૈયાર કરવા જઇ રહ્યં છે. જેમાં કંપનીઓને રિટેલ માર્કેટમાં ઉતરવાની તક મળી શકે છે.

વર્તમાન નિયમો અનુસાર તેલના રિટેલ માર્કેટમાં ઉતરવા માટે કંપની પાસે ઘરેલૂ બજારમાં પાયાના માળકામાં રોકાણ કરવા માટે 2 હજાર કરોડ રૂપિયા હોવા જોઇએ અથવા તો તેણે 30 લાખ ટન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે જરૂરી રકમ જેટલી બેન્ક ગેરેરેન્ટી આપવી પડશે. સરકાર આ નિયમોને સરળ બનાવી શકે છે. જો આવું થાય તો ફ્યૂચર ગ્રુપ અને વોલમાર્ટ જેવી મલ્ટી બ્રાન્ડ રિટેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ પણ વેચવા લાગશે.

જણાવી દઇએ કે પેટ્રોલિયમ મંત્રાલયે ઓક્ટોબર 2018માં ફ્યૂલ રિટેલ સાથે જોડાયેલા કેટલાકં નિયમોમાં ફેરફાર માટે એક્સપર્ટ કમિટીની રચના કરી હતી. ફ્યૂલ રિટેલ માર્કેટમાં હરિફાઇ વધારવા માટે એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. 

શું છે નવો પ્લાન

નિયમ સરળ બન્યા બાદ સાઉદી અરામકો જેવી દિગ્ગજ ઇન્ટરનેશનલ કંપનીઓ ભારતમાં રિટેલ બિઝનેસ માટે ઉતરશે.

અરામકો ભારતના રિટેલ ક્રૂડ માર્કેટમાં રસ દાખવી ચુકી છે. હકીકતમાં બ્રિટન જેવા દેશોમાં પહેલાથી જ રિટેલમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ શરૂ થઇ ગયું છે. આ યોજના ત્યાં સફળ રહી છે.

તેને જ ધ્યાનમાં લઇને ભારતમાં સુપર માર્કેટમાં ડીઝલ-પેટ્રોલનું વેચાણ શરૂ કરવાનો વિચાર આવ્યો છે.

બ્રિટનની સંસ્થા પેટ્રોલ રિટેલર્સ એસોસિએશનના અનુમાન અનુસાર એપ્રિલમાં દેશમાં પેટ્રોલના કુલ વેચાણમાં સુપરમાર્કેટનો હિસ્સો આશરે 49 ટકા હતો અને ડીઝલના વેચાણમાં તેનો 43 ટકા હિસ્સો રહ્યો.

ભારતમાં તેની માંગ પહેલાથી જ કરવામાં આવી રહી છે. હવે સરકાર આ યોજના પર કામ કરવા જઇ રહી છે. તેનાથી ફ્યૂલની પહોંચ સામાન્ય લોકો સુધી સરળ બની જશે. પુણેમાં એક વર્ષ પહેલા જ ઘરે-ઘરે ડીઝલ પહોંચાડવાની સેવા શરૂ કરવામાં આવી છે.

Read Also

Related posts

પૈસાની અચાનક જરૂર પડે તો Personal Loanની જગ્યાએ આ લોન લો, થશે આટલો બધો ફાયદો

Arohi

સરદાર સરોવર ડેમ પાસેની ધરા ધ્રૂજી ઉઠી, રાત્રે બે વાગ્યે ત્રણની તિવ્રતાનો ભૂકંપ

Mayur

આરબીઆઇ સરપ્લસ કેપિટલ તબક્કાવાર રીતે ત્રણ થી પાંચ વર્ષમાં સરકારને ટ્રાન્સફર કરશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!