GSTV
Home » News » પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી વધ્યા, આ છે નવી કિંમતો

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી વધ્યા, આ છે નવી કિંમતો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એક વખત વધારો થવાનો છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે સતત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો હતો. સોમવારે પેટ્રોલની કિંમતોમાં 20 પૈસા અને ડીઝલમાં 10 પૈસા સુધીનો વધારો જોવા મળ્યો. સરકારી ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એક વખત વધારો કરવાનો શરૂ કર્યો છે.

4 મહાનગરોમાં આટલો ઉછાળો આવ્યો

ઑઈલ માર્કેટિંગ કંપનીઓએ ચાર મહાનગરોમાં 20 પૈસા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. ચેન્નઈમાં એક લીટર પેટ્રોલની કિંમતમાં 20 પૈસા, દિલ્હીમાં 19 પૈસા, કોલકત્તામાં 19 પૈસા અને મુંબઈમાં 19 પૈસાનો ઉછાળો થયો છે. તો ડીઝલની કિંમતમાં 10 પૈસા સુધીનો વધારો થયો છે. ચેન્નઈમાં 10 પૈસા, દિલ્હીમાં 9 પૈસા, કોલકત્તામાં 9 પૈસા અને મુંબઈમાં 9 પૈસાનો વધારો થયો છે.

આ છે પેટ્રોલની નવી કિંમત

દિલ્હીમાં પેટ્રોલની સોમવારે કિંમત 70.53 રૂપિયા, કોલકત્તામાં 72.62 રૂપિયા, મુંબઈમાં 76.15 રૂપિયા અને ચેન્નઈમાં 73.19 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. રવિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 70.34 રૂપિયા, મુંબઈમાં 75.96 રૂપિયા અને ચેન્નઈમાં 72.99 રૂપિયા અને કોલકત્તામાં 72.43 રૂપિયા હતી.

ડીઝલની આ છે કિંમત

ચાર મહાનગરોમાં ડીઝલની કિંમતમાં 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ડીઝલની નવી કિંમત 64.47 રૂપિયા, કોલકત્તામાં 66.23 રૂપિયા, ચેન્નઈમાં 68.07 રૂપિયા અને મુંબઈમાં 67.47 રૂપિયા પ્રતિ લીટર છે.

આ છે કારણ

હાલમાં વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઑઇલની કિંમત 60 ડૉલર પ્રતિ બેરલ ચાલી રહી છે. તો રૂપિયામાં પણ કડાકો ફરીથી વધી ગયો છે. શુક્રવારે રૂપિયો 72ની પાર જઇને બંધ થયો હતો. જોકે, સોમવારે આ ફરીથી 71.79 પૈસા પર ખુલ્યો છે.

READ ALSO

Related posts

Viral Video: એવી જગ્યાએ આવીને ચોંટી ગઇ ઢગલાબંધ મધમાખીઓ, યુવકને યાદ આવી ગઇ નાની

Bansari

સરહદે પાક.નો મોર્ટારમારો : જવાન શહીદ, સપ્તાહમાં ચાર ભારતીયોના મોત

Mayur

રાહુલ સહિતના નેતાઓ આજે કાશ્મીરની મુલાકાતે, તંત્રનો ઇનકાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!