આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

દિલ્હીમાં આજે પેટ્રોલમાં પંદર પૈસા અને ડીઝલમાં પંદર પૈસાનો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 78.06 રૂપિયા અને ડીઝલ 72.74 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પંદર પૈસાના ઘટાડા સાથે પેટ્રોલ 83.57 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. મુંબઈમાં 16 પૈસાના ઘટાડા સાથે ડીઝલ 76.22 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે મળી રહ્યું છે.

દિલ્હીમાં 23 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 4.78 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો નોંદાયો છે. ગત 23 દિવસો દરમિયાન મુંબઈમાં પેટ્રોલ 4.72 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થયું છે.  ગત 16 દિવસોમાં ડીઝલમાં પ્રતિ લિટર બે રૂપિયાથી વધારેનો ઘટાડો નોંધાયો છે.  ખનીજતેલની કિંમતોમાં ઘટાડો અને રૂપિયાની મજબૂતાઈને કારણે ખનીજતેલની કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 73 ડોલર પ્રતિ બેરલની નીચે છે.

18 ઓક્ટોબર પહેલા ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધારવામાં આવી હતી. માત્ર પાંચમી ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલમાં અઢી રૂપિયાનો ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારે ચોથી ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી દોઢ રૂપિયા ઘટાડી હતી. ઓઈલ કંપનીઓને એક રૂપિયો ઘટાડવા માટે કહેવામાં આવ્યું હતું. આમ પાંચમી ઓક્ટોબરે અઢી રૂપિયા પ્રતિ લિટરની રાહત મળી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter