GSTV

ચીનના કોરોના વાયરસની અસર ભારત પર સવળી અસર, પેટ્રોલના ભાવમાં આટલા રૂપીયાનો થશે ઘટાડો

પાડોશી દેશ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ભારત પણ એલર્ટ થઈ ગયું છે અને દેશના 7 એરપોર્ટ પર થર્મલ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ચીન તરફથી ક્રુડ ઓઈલની માગમાં ઘટાડો થઈ શકે છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ ઓઈલના ભાવ 3 ડોલર પ્રતિ બેરલ સસ્તો થઈ શકે છે. ક્રુડ ઓઈલ સસ્તુ થવાના કારણે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. મોટી રેટિંગ એજન્સી ગોલ્ડમેને ક્રૂડના ભાવને લઈ તાજેતરનો અહેવાલ બહાર પાડ્યો છે.

માંગ ઘટવાથી સસ્તુ થશે ક્રુડ ઓઈલ

આ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતની જેમ જ ચીન પણ પોતાની જરૂરીયાત પ્રમાણે 90 ટકા ક્રુડ ઓઈલ વિદેશી બજારમાંથી ખરીદે છે. આંકડાઓ પ્રમાણે, વર્ષ 2019માં ચીનનો રેકોર્ડ 50.6 કરોડ ટન ક્રુડ ઓઈલ ખરીદવાનો છે. માહિતી પ્રમાણે, વર્તમાન સમયમાં દેશમાં વાયરસને કારણે ચીનમાં માંગ ઓછી થઈ શકે છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ બેરલ દીઠ 3 ડોલર સસ્તું થવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 70 ડોલરથી ઘટીને 64 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. તે મુજબ 1 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધીમાં ક્રૂડ તેલ 9 ટકા સસ્તું થયું છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, જો ક્રુડ ઓઈલ સસ્તુ થાય છે તો, તેની સીધી અસર ભારતના ઉપભોક્તાઓને મળશે. કારણ કે, ઘરેલું સ્તર પર પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપીયા ઓછો થવાની સંભાવનાઓ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?

આપણે જે કિંમતે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદીએ છીએ તેના લગભગ આશરે 48 ટકા જેટલું હોય છે. ત્યારબાદ આ બેઝ મૂલ્ય આશરે 35 ટકા એક્સાઈઝ ડ્યૂટી, 15 ટકા સેલ્સ ટેક્સ અને બે ટકા કસ્ટમ ડ્યુટી લાગુ કરવામાં આવે છે.

થોડા દિવસોથી ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસની દહેશત ફેલાઈ ગઈ છે. જેની લપેટમાં આવતા ચીનમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થઈ ચુક્યા છે અને હજારો લોકો આ વાઈરસના શિકાર થઈ ચુક્યા છે. તેવામાં ભારત સરકાર પણ આ વાયરસને લઈને ચિંતિત જોવા મળી રહી છે. સરકારે ચીન અને હોંગકોંગથી આવતા મુસાફરોની તપાસ માટે 7 એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ 7 એરપોર્ટમાં દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરૂ અને કોચીનનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ પર મુસાફરોની થર્મલ સ્ક્રીનિંગ તપાસ કરવામાં આવી રહી છે.

સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એરલાઈન્સ કંપનીઓઅ કહ્યું છે કે, હોંગકોંગ સહિત ચીનના કોઈ પણ એરપોર્ટ પરથી દેશમાં આવતી ફ્લાઈટની અંદર આ જાહેરાત કરવામાં આવે કે, તાવ અને શરદીના લક્ષણોથી પીડિત કોઈપણ મુસાફર અથવા જો કોઈ મુસાફેર છેલ્લા 14 દિવસની અંદર વુહાનના પ્રવાસ પર ગયો હોય તે ભારત એરપોર્ટ પર પહોંચ્યા બાદ હાજર રહેલા અધિકારીઓને જાણકારી આપે જેથી તેની તપાસ કરવામાં આવી શકે. સાથે જ નવી એરલાઈન્સ કંપનીઓએ કહ્યું છે કે, તેઓ યાત્રીઓને વિમાનમાંથી ઉતર્યા પહેલા સેલ્ફ રિપોર્ટીંગ ફોર્મ ભરાવી લે, જેથી તેની સચોટ માહિતી મેળવી શકાય.

સરકારે કહ્યું છે કે, ભારત આવ્યાના 28 દિવસની અંદર તાવ, શરદી અને ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પડતા વ્યક્તિ તાત્કાલિક નજીકના હોસ્પીટલમાં તપાસ માટે જાય અને સ્વાસ્થ્ય અધિકારીઓને આ વાતની જાણકારી આપે.

મનુષ્યથી મનુષ્યમાં આ વાયરસના ફેલાવાની પુષ્ટિ થયા પછી, વિશ્વના ઘણા દેશોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. થાઈલેન્ડ, જાપાન અને દક્ષિણ કોરિયામાં આ વાઈરસના ઘણા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ચીનમાં મૃત્યુઆંક 6 થઈ ગયો છે. જ્યારે 15 ડૉક્ટરોને પણ ચેપ લાગ્યો છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે સોમવાર સુધીમાં 291 કેસની પુષ્ટિ કરી હતી. મંગળવારે દેશના અન્ય ભાગોમાં પણ આ વાયરસ ફેલાયો હોવાની જાણકારી મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ વાયરસ પ્રથમ વખત ચીનના વુહાન સીટિમાં સામે આવ્યો હતો.

READ ALSO

Related posts

એવું તો શું છે કે અહીં કોઈ રહેવા નથી તૈયાર, ગામને કોઇ ભૂતિયું ના કહે માટે એક મહિલા વર્ષોથી રહે છે એકલી

Pritesh Mehta

ફફડાટ/ કોરોનાના આ સ્ટ્રેન દેશમાં ઘૂસ્યા તો રસીકરણ અભિયાન જશે ફેલ, સાજા થનારને બિમાર કરે એટલો ભયંકર

Bansari

બર્ડ ફ્લૂનો ડર : FSSAIએ જાહેર કરી એડવાઈઝરી- અડધુ પાકેલું ચિકન અને ઈંડા ખાવાનું ટાળો

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!