અહીં પેટ્રોલ મળે છે 2 રૂપિયે લિટર, જાણો શું છે પેટ્રોલનું ગણિત

ભારતમાં પેટ્રોલની કિંમત અંગે ચો તરફ હાહાકાર મચેલો છે. સવાર થતાં જ સૌથી પહેલો લોકોની નજર જાય છે કે આજે પેટ્રોલમાં કેટલા રૂપિયા વધ્યા છે. કેન્દ્ર સરકાર ટેક્સ ઘટાડીને કિંમતમાં રાહત આપે છે તો બીજા દિવસે સમાચાર આવે છે કે ફરીથી કિંમતમાં વધારો થયો. જોવામાં આવે તો આજે પેટ્રોલ-ડીઝલમાં વધારો આ એક રાજકીય પાર્ટીઓનો મુદ્દો બની ગયો છે, કોઈ પણ રાજકીય પાર્ટીઓ આ મુદ્દે પ્રસિદ્ધિ મેળવે છે. પરંતુ આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવીશું કે જ્યાં પેટ્રોલ 2 રૂપિયે લીટર મળે છે. આવો પેટ્રોલ-ડીઝલની કિંમત વધવા પાછળ શું કારણ છે.

પેટ્રોલનું ગણિત

પેટ્રોલની વાસ્તવિક કિંમતોમાં 19.48 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી તરીકે જોડવામાં આવે છે અને ડીઝલ પર 15.33 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી તરીકે જોડવામાં આવે છે. આ જોડવામાં આવેલી રકમ કેન્દ્ર સરકારની આવકનો હિસ્સો બતાવે છે, આ સિવાય દરેક રાજ્યમાં અલગ-અલગ દર પર વેટ પણ વસૂલાય છે. જોકે આજે પેટ્રોલના ભાવ વધ્યા નથી, પરંતુ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં ડીઝલની કિંમત 24 પૈસા વધી છે, ત્યારબાદ અત્યારે રાજધાનીમાં ડીઝલની કિંમત લીટર દીઠ 74.35 રૂપિયા થઈ છે. તો મુંબઈમાં પણ પેટ્રોલની કિંમત વધી નથી, પરંતુ ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો થયો છે. હવે મુંબઈમાં ડીઝલની કિંમત લીટર દીઠ 77.93 રૂપિયા થઈ છે.

વેનેઝુએલા

વિશ્વમાં સૌથી સસ્તુ પેટ્રોલ વેનેઝુએલામાં મળે છે, ગ્લોબલ પેટ્રોલ પ્રાઈસની એક સાઈટ મુજબ, વેનેઝુએલામાં મે 2018માં પેટ્રોલની કિંમત લગભગ 68 પૈસા બરાબર છે અને 1 ઓક્ટોબર 2018ના રોજ પેટ્રોલની કિંમત અહીં લીટર દીઠ 2 રૂપિયા થઈ છે. જાણકારી માટે તમને જણાવીએ કે વેનેઝુએલામાં મોંઘવારીનો આલમ એ હદે છે કે કોઈ વ્યક્તિ એક ટાઈમનું ખાઈને સૂવા માટે મજબૂર છે, લોકો અહીં ભીખ માંગીને ગુજારો કરી રહ્યાં છે. એક સમય હતો જ્યારે આ દેશ પણ અમેરિકાની જેમ અમીર હતો.

સાઉદી અરેબિયા

આ દેશમાં પેટ્રોલની કિંમત 0.47 સાઉદી રિયાલ છે. જોકે, આ દેશ વિશ્વના ધનવાન દેશોમાંથી એક છે. સાઉદી અરેબિયામાં ઑઈલના ભંડાર ભરેલા છે અને આખી દુનિયામાં કાચા તેલની સપ્લાઈ લગભગ અહીંથી જ થાય છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો અહીં 1 લીટર પેટ્રોલની કુલ કિંમત 8.16 રૂપિયા છે.

લીબિયા

લીબિયા આ ક્રમમાં સૌથી ત્રીજા નંબર છે, અહીં પેટ્રોલની કિંમત અમેરિકન ડૉલરના હિસાબથી નક્કી થાય છે. જોકે લીબિયામાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 0.14 છે. જેને ભારતીય રૂપિયામાં બદલીએ તો તેની કુલ કિંમત 9 રૂપિયા 11 પૈસા બને છે.

ઈજિપ્ત

ઈજિપ્ત આ યાદીમાં ચોથા સ્થાન પર છે. ઈજિપ્તમાં પેટ્રોલની કિંમત 3.6 ઈજિપ્શિયન પાઉન્ડ ચાલી રહી છે. જો ભારતીય રૂપિયામાં બદલીએ તો તેની કુલ કિંમત 13.52 રૂપિયા થાય છે. તો આ હિસાબ મુજબ ઈજિપ્તમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 13.52 રૂપિયા છે.

અલ્જીરિયા

અલ્જીરિયામાં પેટ્રોલની કિંમત 40.30 અલ્જીરિયન દિનાર છે. ઉલ્લેખનીય છે કે, આફ્રિકન દેશ અલ્જીરિયા યુરોપીયન દેશોની જળમાર્ગની સરહદ સાથે જોડાયેલો છે અને અહીં ભારતીય રૂપિયામાં 1 લીટર પેટ્રોલની કિંમત 23 રૂપિયા થાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter