GSTV

વાહનચાલકોને ઝટકો / સરકાર પાસે ના રાખો આશા, ઈંધણના ભાવ ભડકે બળશે : પેટ્રોલના ભાવ 125 રૂપિયા થવાની આવી ચેતવણી

પેટ્રોલ

Last Updated on June 25, 2021 by Bansari

સરકારી ઓઈલ કંપનીઓએ આજે ફરથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા બુધવારે કિંમતોમાં વધારો કર્યો નથી, ઈન્ડિયન ઓઈલની વેબસાઈટથી પ્રાપ્ત જાણકારી અનુસાર આજે વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવમાં 23-25 પૈસા રૂપિયા લીટર અને ડિઝલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે, આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય માણસને હાલમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત મળશે નહીં તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે સાથે ડિઝલના ભઆવમાં વધારો થતા અન્ય જીવનજરૂરીયાત વસ્તુના ભાવમાં વધારો થાય તે પણ દેખાઈ રહ્યું છે.

પેટ્રોલ

છેલ્લા એક મહિનામાં ક્રૂડ ઓઈલનો ભાવ અંદાજીત 12 ટકા સુધી વધ્યો

છેલ્લા એક મહિનામાં ક્રૂડ ઓઈલનો ભાવ અંદાજીત 12 ટકા સુધી વધ્યો છે, આ વચ્ચે 4 મે પછી આજ દીન સુધી છેલ્લા 50 દિવસોમાં પેટ્રેલ 29 વખત મોંઘુ થયું છે. જેમાં પેટ્રોલ 7.36 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ 7.57 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘું થયું છે. તમને જણાવી દઈએ કે સ્થાનિક ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસના સરેરાશ ભાવ અને ડોલરના મુકાબલે રૂપિયામાં તેજી અથવા મંદીના આધાર પર ઈંધણના ભાવ નક્કી થાય છે.

આ શહેરોમાં 100ને પાર પહોંચ્યા છે પેટ્રોલના ભાવ

નવી દિલ્હી   97.7688.3
મુંબઈ         103.8995.79
કોલકાતા 97.6391.15
ચેન્નઈ 98.8892.89
નોઈડા 95.0588.79
બેંગલુરુ 101.0393.61
હૈદરાબાદ 101.696.25
પટણા 99.893.63
જયપુર104.4497.35
લખનઉ 94.9588.71
ગુરુગ્રામ95.588.9
ચંડીગઢ94.0287.94

4થી મેથી સતત ભાવ વધારા બાદ ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યો છે. જેમાં મુંબઈ, રત્નાગિરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદ્રાબાદ, લેહ, બંસવાડા, ઈન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કકિનાડા, ચિકંગલુર, શિવમોગ્ગા શામેલ છે. આંતરરાષ્ટ્રીય બાઝારમાં કાચાતેલની કિંમતો અને ટેક્સ સ્ટ્રક્ચર બે એવા ફેક્ટર્સ છે કે જેના કારણે પેટ્રોલ ડિઝલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચ્યા છે.

પેટ્રોલ

આ શહેરોમાં 100ને પાર પહોંચ્યા છે પેટ્રોલના ભાવ’

4થી મેથી સતત ભાવ વધારા બાદ ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યો છે. જેમાં મુંબઈ, રત્નાગિરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદ્રાબાદ, લેહ, બંસવાડા, ઈન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કકિનાડા, ચિકંગલુર, શિવમોગ્ગા શામેલ છે. આંતરરાષ્ટ્રીય બાઝારમાં કાચાતેલની કિંમતો અને ટેક્સ સ્ટ્રક્ચર બે એવા ફેક્ટર્સ છે કે જેના કારણે પેટ્રોલ ડિઝલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચ્યા છે.

125ને પાર પહોંચે તેવી શક્યાતાઓ

કેડિયાએ કહ્યું કે પરમાણુ કરારને લઈને ઇરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી ના થવું પણ ક્રૂડના ભાવમાં વધારો થવા પાછળનું એક કારણ છે. ભારતની દ્રષ્ટિએ જો હવેથી ક્રૂડના ભાવમાં 25 ડોલરનો વધારો થાય છે, તો પેટ્રોલની કિંમત 125 રૂપિયાથી પણ આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે જો આવી તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો આગામી એક મહિનામાં પેટ્રોલ 110 નો આંકડો પાર કરી જશે. હકીકતમાં ભારતમાં ખાદ્યતેલ અને ક્રૂડ તેલની સૌથી વધુ આયાત થાય છે.

Read Also

Related posts

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

Rare Notes: ફક્ત 5 રૂપિયામાં બદલો તમારું નસીબ, આ 1 નોટના બદલામાં મેળવો હજારો રૂપિયા

Vishvesh Dave

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!