આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. જેનું કારણ ક્રૂડની કિંમતમાં જોવાઇ રહેલી તેજી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ હવે 56 ડોલર સુધી પહોંચી ગયો છે. જે તેના છેલ્લા 11 મહિનાના સર્વોચ્ચ સ્તરે છે.
ક્રૂડની ઉત્પાદન કરનારા ઓપેક દેશોએ ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો ચાલુ રાખવાની વાત કહી હતી. જે બાદથી ક્રૂડની ઓઇલની કિંમત વધીને 60 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની સંભાવના દર્શાવાઇ રહી છે. જેની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં જોવા મળી શકે છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 85 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગઇ છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં એક રૂપિયા સુધીનો વધારો થયો છે. જો વાત છેલ્લા 10 મહિનાની કરીએ તો તેમાં પેટ્રોલની કિંમત 14 રૂપિયા પ્રતિ લિટર વધી ગઇ છે. જ્યારે કે જાન્યુઆરીમાં ડીઝલ પણ એક રૂપિયા કરતા વધુ મોંઘું થયું છે અને છેલ્લા 10 મહિનામાં ડીઝલની કિંમતમાં 12 રૂપિયા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે.
દેશના ચાર મહાનગરોમાંથી મુંબઇમાં પેટ્રોલ સૌથી મોંઘુ વેચાઇ રહ્યું છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 91.32 રૂપિયાએ પહોંચી ગઇ. જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલની કિંમત સતત વધી રહી છે. તેવામાં જો સરકારે એક્સાઇઝ ડ્યૂટી ન ઘટાડે તો પેટ્રોલ અને ડીઝલની કિંમત નવી ઉંચાઇ પર પહોંચી શકે છે.
READ ALSO
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 11 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- નગર પાલિકા રિઝલ્ટ/ ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક