GSTV
Home » News » અમદાવાદમાં પેટ્રોલના ભાવ 6 મહિનાની નીચી સપાટીએ, મહિનાના અંતે આટલા થવાની શક્યતા

અમદાવાદમાં પેટ્રોલના ભાવ 6 મહિનાની નીચી સપાટીએ, મહિનાના અંતે આટલા થવાની શક્યતા

ચૂંટણી માથે હોય અને સરકાર પ્રજાને પોતાના તરફ ખેંચવાના એનકેન પ્રયત્નો કરવા માંડ. કંઇક આવું જ થઇ રહ્યું છે ભારતભરમાં. વચ્ચે એવો સમયગાળો આવ્યો હતો કે પેટ્રોલ ડિઝલના ભાવ અજગરના કદની જેમ વધી રહ્યા હતા. જેનો ડંખ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો હતો. એક સમયે 82 રૂપિયા પેટ્રોલનો ભાવ હતો, પણ હવે ? હવે તો ભાવ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. મે મહિના પછી આજે પહેલીવાર પેટ્રોલના ભાવ 74 રૂપિયા જોવા મળ્યા છે. જે સાફ દેખાઇ આવે છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ પર ચૂંટણીની અસર સાફ દેખાઇ રહી છે.

અમદાવાદ જિલ્લાની જ જો વાત કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ 73.90 રૂપિયા પ્રતિ લિટર છે. જે છેલ્લા છ મહિનામાં સૌથી નિચો આંકડો છે. માની લો ગઇકાલની જ વાત હતી કે પ્રજા પેટ્રોલના ભાવના કારણે પોક મુકતી થઇ ગઇ હતી. જોકે કેન્દ્ર અને બાદમાં રાજ્ય સરકારે હાથ મિલાવી પેટ્રોલ ડિઝલમાં ટેક્સ ઘટાડતા પાંચ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. પણ ભાજપ શાસિત રાજ્યોમાં જ આવું થયું હતું. જ્યાં જ્યાં કોંગ્રેસની સત્તા હતી ત્યાં પેટ્રોલના ભાવ મોંઘા જ રહ્યા હતા. ક્યાંક તો એવી સ્થિતિ પણ પેદા થઇ હતી કે દિલ્હીમાં પેટ્રોલના ભાવ મોંઘા હોય તો લોકો નોઇડા ગાડીને ભોજન અપાવવા માટે જતા હતા.

વાત માત્ર પેટ્રોલની જ નથી. ડિઝલની પણ છે. તેની સાથે સાથે ડિઝલ પણ સસ્તુ થયું છે. છેલ્લા એક મહિનાથી પેટ્રોલ સાથે ડિઝલના ભાવમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. એક સમયે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતો લોકોના ઘર આંગણે પણ ભડકાની સ્થિતિનું સર્જન થયું હતું. ઉપરથી ડૉલરની સામે રૂપિયામા કડાકો બોલતા જેમ તણખલાને આગ લાગે અને જંગલ ભડભડ ભડકે બળે તેવું થયું હતું.

કેમ ઘટી રહ્યા છે ભાવ ?

ભાવ ઘટવાનું કારણ રાષ્ટ્રીય નહીં પણ આંતરાષ્ટ્રીય છે. અમેરિકાએ ભારત જેવા દેશોને ઇરાન પાસેથી ક્રૂ઼ડ ન ખરીદવા માટે કહ્યું છે. જેના કારણે આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઉંચકાયું હતું. જોકે બાદમાં અમેરિકાએ લગાવેલ આ પ્રતિબંધો હળવા કર્યા છે. વળી, હાલના સમયમાં ક્રૂડનું પ્રોડક્શન સરપ્લસ રહેવાના કારણે તેના ભાવ ગગડ્યા છે. તો રૂપિયો મજબૂત થતાં પેટ્રોલ-ડિઝલ સસ્તા બન્યા છે.

READ ALSO 

Related posts

કૌભાંડ : જે ખેડૂતોનું બેંકમાં ખાતુ જ નથી તેમને સરકારે ખાતામાં સહાયની રકમ ચુકવી

Nilesh Jethva

પાઠય પુસ્તક વેપારી મંડળનો દાવો, રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજિત એક કરોડ જેટલા કર્મચારીઓ થશે બેરોજગાર

Nilesh Jethva

કોરોના વાયરસને કારણે ફ્લાઇટ રદ થતાં 300થી વધુ ગુજરાતીઓ ઇરાનમાં ફસાયા, પરિવારમાં ચિંતાનો માહોલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!