GSTV

ભારે કરી / રાજ્યના નાણાંમંત્રીને હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછાં લાગે છે, સાહેબ જનતા મોંઘવારીમાં પીસાઇ રહી છે

પેટ્રોલ

Last Updated on October 8, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં પેટ્રોલ 100 રૂપિયાને ક્રોસ કરી ગયું છે અને લોકોમાં તીવ્ર રોષ છે છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર પેટ્રોલ પરના વેરા ઘટાડવા તૈયાર નથી. ગુજરાત પણ પેટ્રોલ અને ડીઝલ પરનો વેલ્યુ એડેડ ટેક્સ અને ચાર ટકાનો સેસ ઓછો કરવા તૈયાર નથી.

petrol-price

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અન્ય રાજ્યો કરતાં ઓછાં : કનુભાઇ દેસાઇ

આ અગાઉ જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં પણ આવકના મુદ્દે ગુજરાત સરકારનું વલણ બીજા રાજ્યો જેવું રહ્યું હતું. ગુજરાતે પણ પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ આવરી લેવાનો વિરોધ કર્યો હતો. રાજ્યના કેબિનેટ મંત્રીઓ અત્યારે જન આશિર્વાદ યોજનામાં વિસ્તારો ફરી રહ્યાં છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે અન્ય રાજ્યો કરતાં ઓછાં છે.

પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા મુદ્દે પૂછવામાં આવેલા એક સવાલના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે અમે વિધાનસભામાં પણ જવાબ આપી ચૂક્યાં છીએ કે પેટ્રોલ અને ડીઝલમાં ગુજરાતના ભાવ અન્ય રાજ્યો કરતાં ઓછા છે. જો કે વેટ ઘટાડવાના મુદ્દે તેઓ મૌન રહ્યાં હતાં.

બન્ને ઇંધણ પર ચાર ટકા સેસ લેવામાં આવે છે.

નવસારીના ગણદેવીમાં યાત્રા સમયે મિડીયા સાથેની ચર્ચામાં તેમણે અન્ય રાજ્યો સાથે ગુજરાતના ભાવની સરખામણી કરી હતી અને બીજું કઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ગુજરાતમાં 2020-21ના વર્ષમાં સરકારને પેટ્રોલ પેટે 2984 કરોડ અને ડીઝલ પેટે 6960 કરોડ રૂપિયાનો વેટ મળ્યો છે. રાજ્યમાં પેટ્રોલ પર 20.1 ટકા અને ડીઝલ પર 20.2 ટકા વેટ છે, એ ઉપરાંત બન્ને ઇંધણ પર ચાર ટકા સેસ લેવામાં આવે છે.

READ ALSO :

Related posts

ભારત-પાકિસ્તાન સરહદ / ગૃહમંત્રી અમિત શાહે રોહિતાશ પોસ્ટની લીધી મુલાકાત, જવાનો માટે વેલફેર સ્કીમના વિસ્તારની કરી જાહેરાત

Zainul Ansari

Big Breaking / ગુજરાત બાદ મુંબઈનો વારો, મહારાષ્ટ્રમાં નોંધાયો ઓમિક્રોનનો પહેલો કેસ

Zainul Ansari

વિવાદ / IPLમાં અમદાવાદની ટીમની ખરીદ પ્રક્રિયાની તપાસ કરશે BCCI, AGM માં લેવાયો મોટો નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!