GSTV

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એક વખત વધ્યા, જાણો શું છે ભાવ

હેતના પર્વ રક્ષાબંધને દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સામાન્ય માનવીને કોઈ રાહત મળી નથી. જ્યારે 15 ઓગષ્ટ અને ઈદના તહેવાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત આપવામાં આવી હતી. જેને વિપરીત રવિવારે પેટ્રોલ પર લીટર દીઠ 11 પૈસા અને ડીઝલ પર 15 પૈસા સુધી વધાર્યા છે. અહીં જણાવવાનું કે, 15 ઓગષ્ટ બાદ પેટ્રોલ-ડીઝલ પર દેશના 4 મહાનગરમાં 60 પૈસા વધી ગયા છે. આવનારા દિવસોમાં આ ભાવમાં વધારો થવાની સંભાવના છે.

પેટ્રોલની કિંમતોમાં થયો વધારો

શુક્રવારે આઈઓસીએલની વેબસાઈટ પરથી પ્રાપ્ત જાણકારી મુજબ પેટ્રોલની કિંમતોમાં સરેરાશ લીટર દીઠ 11 પૈસાનો વધારો થયો છે. ચાર મહાનગરોમાંથી દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલની કિંમતોમાં 11 પૈસાના વધારા સાથે લીટર દીઠ 77.78 રૂપિયા થયો છે. તો કોલક્તામાં લીટર દીઠ 10 પૈસા અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 11 પૈસા વધાર્યા છે. ત્યારબાદ કોલકત્તામાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 80.71, મુંબઈમાં 85.20 રૂપિયા થઈ છે. તો ચેન્નઈમાં પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 11 પૈસાનો વધારો થયો છે.

રક્ષાબંધનના દિવસે ડીઝલના ભાવમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી. જ્યારે દેશમાં ડીઝલમાં લગભગ લીટર દીઠ 15 પૈસા વધ્યા છે. નવી દિલ્હીથી શરૂઆત કરીએ તો અહીં 14 પૈસાનો વધારો થયો છે. ત્યારબાદ  અહીં ડીઝલની કિંમત લીટર દીઠ 69.32 રૂપિયા થઈ છે. તો કોલકત્તામાં ડીઝલની કિંમત લીટર દીઠ 72.16 રૂપિયા, મુંબઈમાં 73.59 રૂપિયા પહોંચી છે. ચેન્નઈમાં ડીઝલની ભાવમાં લીટર દીઠ 15 પૈસાનો વધારો થયો છે. ત્યારબાદ અહીં લીટર દીઠ ડીઝલના ભાવ 73.23 રૂપિયા થયા છે.

60 પૈસા સુધી વધ્યા છે ભાવ

15 ઓગષ્ટ બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો નવી દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલ-ડીઝલ બંનેમાં લીટર દીઠ 60 પૈસાનો વધારો થયો છે. તો કોલકત્તામાં પેટ્રોલ પર લીટર દીઠ 61 પૈસા અને ડીઝલમાં લીટર દીઠ 62 પૈસા સુધી ભાવ વધ્યા છે. તો મુંબઈમાં પેટ્રોલ પર લીટર દીઠ 58 પૈસા અને ડીઝલ પર 65 પૈસા વધ્યા છે.

Related posts

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

કોરોનાના કહેર વચ્ચે પાકિસ્તાનની અવળચંડાઈ, ભારત સાથે દુશ્મની નિભાવવા પોતાના જ દેશના લોકોના જીવ જોખમમાં મુક્યાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!