GSTV

પેટ્રોલ-ડીઝલના ભાવે ભારતીયોની કમર તોડી: પાકિસ્તાનમાં ભારતથી અડધી કિંમતે પેટ્રોલ, દેશ આ નાનકડા ગામમાં સૌથી મોંઘુ

પેટ્રોલ

ભારતમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. રાજસ્થાનમાં એક લિટર પેટ્રોલના ભાવ લગભગ 100 રૂપિયાને પહોંચવા આવ્યા છે. જો કે અત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારતથી આશરે અડધા ભાવે એટલે કે રૂપિયા 49.87એ અને વેનેઝુએલામાં 1.46 રૂપિયે લિટર પેટ્રોલ મળી રહ્યું છે. આ ઉપરાંત ભારતના ગરીબ પાડોશી દેશો ભૂતાનમાં 50 રૂપિયે લિટર અને નેપાળમાં 68 રૂપિયે લિટર પેટ્રોલ મળી રહ્યું છે.

પેટ્રોલ

દેશભરમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ વેટ રાજસ્થાનમાં

ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર વધુ ટેક્સ હોવાથી તે મોંઘા ભાવે મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ઇંધણ પર એક્સાઇઝ ડયુટી વસૂલવા ઉપરાંત રાજ્યો તેના પર વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) પણ લગાવી કમાણી કરે છે. દરેક રાજ્યમાં વેટ તેમજ અન્ય ટેક્સના દર અલગ-અલગ હોય છે. અત્યારે દેશભરમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ વેટ રાજસ્થાનમાં છે. અહીં પેટ્રોલ પર38 ટકા અને ડીઝલ પર 28ટકા ટેક્સ વસૂલવામાં આવે છે.

પેટ્રોલ

પેટ્રોલના બેઝ પ્રાઇસ 28.13 રૂપિયા

રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો રિટેઇલ ભાવ 84.7 રૂપિયા હતો.જેમાં પેટ્રોલના બેઝ પ્રાઇસ 28.13 રૂપિયા પર ફ્રેઇટ એટલે કે ભાડું 0.37 ઉમેરતા પેટ્રોલનો ભાવ 28.5 રૂપિયા થતો હતો. જેના પર ડીલર્સને 32.98 એક્સાઇઝ ડયુટી અને 19.55 રૂપિયા વેટ તેમજ ડીલરનું સરેરાશ કમિશન 3.67 રૂપિયા હોય છે. શહેર પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થતો રહે છે. 18 જાન્યુઆરીની પરિસ્થિતિએ વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નીચે મુજબ હતી.

ભાવ
દેશપેટ્રોલડીઝલ
 (પ્રતિ લિટર રૂ.)(પ્રતિ લિટર રૂ.)
પાકિસ્તાન49.8751.7
ભૂતાન49.5646.31
શ્રીલંકા61.3739.64
નેપાળ68.8458.2
ચીન74.1464.54
બાંગ્લાદેશ77.156.25
વેનેઝુએલા1.46
હોંગકોંગ172.66145.38

ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ પરભણીમાં : લીટરના રૂ.95

દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભડકે બળતા ભાવને લીધે હાહાકાર મચી ગયો છે. પરંતુ સૌથી ઊંચા ભાવ મહારાષ્ટ્રના પરભણીમાં છે જયાં એક લીટર પેટ્રોલની કિંમત 95 રૂપિયા છે. પરિણામે પરભણીના વાહન – માલિકો પેટ્રોલ પુરાવવા માટે બાજુના ગામ કે શહેરમાં જાય છે.

Read Also

Related posts

કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

Mansi Patel

સરકારનો મોટો નિર્ણય/ હવે મુસાફરોને નહીં મળે રેલવેમાં બનેલું ખાવાનું, મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ થશે રદ

Karan

કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!