GSTV

કાર ખરીદતા પહેલાં કન્ફ્યુઝન છે પેટ્રોલમાં ખરીદવી કે ડીઝલમાં?, તો અહીં વાચો તમારા ખિસ્સાને કંઈ ગાડી પરવડશે.

પેટ્રોલ

ભારતમાં કાર ખરીદારો વચ્ચે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં અંતર ઘણી મોટી ભૂમિકા ભજવે છે. કદાચ એનું કારણ ઇંધણની ઓછી કિંમત હોવાનો મતલબ કારની ચાલવાની કિંમત એટલે રનિંગ કોસ્ટને માનવમાં આવે છે. પરંતુ શું દેશમાં ભારત સ્ટેજ 6 ઉત્સર્જક માનક લાગુ થયા પછી સામાન્ય મંતવ્ય બદલાઈ જશે? ચાલો જાણીએ એની હકીકત.

છેલ્લા વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવના અંતરમાં ઘણો ઘટાડો થયો. જ્યાં નાણાકીય વર્ષ 2012-13માં પેટ્રોલ(66) અને ડીઝલ(41) વચ્ચે 25 રૂપિયાનું અંતર હતું. 2019-20 નાણાકીય વર્ષમાં એ ઘટીને 7 પર પહોંચી ગયું. આ વર્ષે પેટ્રોલના ભાવ 73 રૂપિયા છે ત્યારે ડીઝલના ભાવ 66 રૂપિયા રહ્યા હતા.

પેટ્રોલ

બંને ઇંધણના ભાવો વચ્ચે ઓછા થતા અંતરને લઇ લોકોની પ્રાથમિકતા ડીઝલની જગ્યાએ પેટ્રોલ કાર થવા લાગી છે. જ્યા 2012-13માં પેટ્રોલ કારોની ભાગીદારી બજારમાં 42% હતી, 2019-20માં આ જબરદસ્ત ઢંગ સાથે વધીને 70.5% સુધી પહોંચી ગઈ. ગયા 8 વર્ષમાં 28.5%થી વધુ વધારે સ્પષ્ટ રૂપથી એ વાત સામે લાવે છે કે વધુ ખરીદદારો ડીઝલની જગ્યાએ પેટ્રોલને પ્રાથમિકતા આપી રહ્યા છે.

કેવી રીતે પસંદ કરો યોગ્ય કાર

પેટ્રોલ અને ડીઝલ કરો વચ્ચે કઈ કર પસંદ કરવી એનો નિર્ણય કારના સ્વામિત્વની કુલ લાગતને સમજવું જરૂરી છે. એ અંતરગત આ વસ્તુની ગણતરી થશે.

કારની કિંમત

આ કારની ઓન-રોડ કિંમત હોય છે, જે તમે ચૂકવો છો. એમાં કારની એક્સ-શોરૂમ કિંમત ઉપરાંત ઇન્શ્યોરન્સ, રોડ ટેક્સ, રજીસ્ટ્રેશન, એક્સેસરીઝ, ફાસ્ટેગ સહીત અન્ય સુવિધાઓ સામેલ હોય છે.

કારની ફાઇનાન્સ કિંમત

આ અંતર્ગત જો તમે ફાઇનાન્સ કિંમતમાં કાર ખરીદો છો તો એમાં કારની કિંમતમાં વધુ લાગવા વાળું વ્યાજ અને લોનની પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ સામેલ છે.

રનિંગ કોસ્ટ

આ તમારા રોજિંદા કારના ઉપયોગ પર નક્કી કરવામાં આવે છે. એમાં ઇંધણના ભાવ અને કારની ફ્યુલ કંપેસિટી શામેલ હોય છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ એક કેલ્ક્યુલેશન રજુ કરી છે. જેમાં આ વસ્તુનું ધ્યાન રાખતા ગ્રાહકને જણાવવામાં આવે છે. કે એમના માટે કઈ કાર ફાયદાકારક રહેશે. એટલે પેટ્રોલ અથવા ડીઝલ. આ કેલ્ક્યુલેશન માત્ર તમને પેટ્રોલ અને ડીઝલ વચ્ચેનું અંતર જ નહિ પરંતુ ડીઝલ કાર માટે તામર દ્વારા ચૂકવાતી વધુ રકમને વસુલવામાં પણ કેટલા કિલોમીટરનો સમય લાગશે એની જાણકારી પણ આપે છે.

આ રીતે સમજો આખી વાત

  • પેટ્રોલ અને ડીઝલ કાર વચ્ચે અંતર માત્ર એમાં પડતા ઇંધણની કિંમતમાં જ નહિ પરંતુ ઘણી બધી વસ્તુ પર પડે છે.
  • સૌથી પહેલા કેલ્ક્યુલેટર કાર ખરીદદારની લોકેશન એટલે જિલ્લો અને પ્રદેશ પૂછે છે.
  • પછી કાર વેરિયંટ લેવામાં આવે છે. ઉદાહરણ માટે સ્વીફ્ટ પેટ્રોલ LXI વેરિયંટ લઇ લીધા અને એમાં ડીઝલ સમક્ષ વેરિયંટ કિંમત લઇ લીધી.
  • હવે રનિંગ કોસ્ટની વાત આવે છે. એમાં કારની ફ્યુલ એફિશિએન્સી સતાહૈ જ પેટ્રોલ-ડીઝલના તાજા ભાવ અને રોજના ચાલતું અંતર લખવામાં આવે છે.
  • પછી એમાં ફાઇનાન્સ કિંમત જોડવામાં આવે છે. એમાં ઇએમઆઇ તમારા દ્વારા લેવામાં આવેલા લોન પર દેખાડવામાં આવે છે, જેમાં સમય અને વ્યાજ જોડવામાં આવે છે.
  • હવે તમારી સામે આવી જાય છે પરિણામ, જે બતાવે છે કે બંને કારોની કિંમત અને રનિંગ કોસ્ટના હિસાબે કઈ ગાડી ખરીદવામાં ફાયદાનો સોદો રહેશે.
  • જેમકે સ્વિફ્ટના મામલામાં કાર ખરીદવાની શરૂઆતમાં 1.45 લાખ રૂપિયા વધુ ચૂકવે છે. આ કિંમતને રિકવર કરવા માટે ખરીદદારએ 10 લાખ 8 મહિનાથી વધુ સમય પર રોજ 50 કિમી ચલાવવું પડશે. એટલે 1.97 લાખ કિમી ગાડી ચાલવી જરૂરી છે.

નિષ્કર્ષ

માટે જો તમે પણ કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છો અને પેટ્રોલ ડીઝલમાં કન્ફ્યુઝ છો તો આ કેલ્ક્યુલેટર દ્વારા સરળતાથી સોદો કરી શકો છો.

Read Also

Related posts

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ

Pravin Makwana

Boycott China દંભ : આત્મનિર્ભર અને દેશદ્રોહની વાતો વચ્ચે ચીન ફરી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, આટલો થયો વેપાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!