GSTV

પાકિસ્તાનમાં ભારત કરતા અડધી કિંમતે મળે છે પેટ્રોલ, દુનિયામાં સૌથી સસ્તુ આ દેશમાં વેચાય છે પેટ્રોલ-ડીઝલ

ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આકાશને આંબ્યા છે. રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો છે. દિલ્હી-મુંબઇ જેવા મેટ્રો શહેરોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઓલ ટાઇમ હાઇ છે. જો ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાનની અંદર ભારત કરતા અડધી કિંમત પર પેટ્રોલ મળી રહ્યું છે. ભૂટાન, નેપાળ જેવા આપણાથી ગરીબ દેશોની અંદર પણ પેટ્રોલ ડીઝલની કિંમત ભારત કરતા ઘણી ઓછી છે.

આખી દુનિયામાં સૌથી સસ્તા ભાવે પેટ્રોલ વેનેજુએલાની અંદર મળી રહ્યું છે. ભારતીય રૂપિયાના હિસાબે વેનેજેલાની અંદર એક લીટર પેટ્રોલનો ભાવ 1.46 રૂપિયા છે. તો દુનિયામાં સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગની અંદર મળે છે. હોંગકોંગમાં પેટ્રોલોનો ભાવ 172.66 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશપેટ્રોલ (રૂપિયા/લીટર)ડીઝલ  (રૂપિયા/લીટર)
ભારત87.8779.29
પાકિસ્તાન49.8751.57
ભૂટાન49.5646.31
શ્રીલંકા61.3739.64
નેપાળ68.8458.2
ચીન74.1464.54
બાંગ્લાદેશ77.0156.25
હોંગકોંગ172.66145.38

ભારતમાં પેટ્રોલ આટલું મોંઘુ એટલા માટે છે, કારણ કે તેના પર ટેક્સ વધારે છે. અલગ અલગ રાજ્ય સરકારો દ્વારા અલગ અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ ટેક્સ લવામાં આવે છે. એક્સાઇઝ ડ્યુટીની સાથે વેટ લાગે છે અને સરકારને કમાણી થાય છે. આખા દેશમાં સૌથી વધારે ટેક્સ રાજસ્થાન સરકાર વસૂલે છે. જ્યાં પેટ્રોલ પર 38 ટકા અને ડીઝલ પર 28 ટકા વેટ લગાવવામાં આવે છે.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!