GSTV
Home » News » સામાન્ય જનતાને ફરી પડ્યો મોંઘવારીનો માર, સતત છઠ્ઠા દિવસે આટલા વધ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ

સામાન્ય જનતાને ફરી પડ્યો મોંઘવારીનો માર, સતત છઠ્ઠા દિવસે આટલા વધ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલમાં પણ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને મંગળવારે પણ કોઇ રાહત મળી નથી. સપ્તાહના બીજા દિવસે દિલ્હીમાં પેટ્રોલ 13 પૈસા મોંઘુ થયું જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો નોંધાયો. ડીઝલના ભાવમાં સતત 13મા દિવસે વધારો થયો છે જ્યારે પેટ્રોલના ભાવ સતત છઠ્ઠા દિવસે વધ્યાં છે.

જાણો ક્યાં છે કેટલી કિંમત

આજે દિલ્હી કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં 13 પૈસા જ્યારે ચેન્નાઇમાં 14 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલનાં ભાવમાં દિલ્હી અને કોલકાતમાં 19 પૈસા જ્યારે મુંબઇમાં 20 પૈસા અને ચેન્નાઇમાં 21 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં મંગળવારે પેટ્રોલનાં ભાવ ક્રમશ 71.27 રૂપિયા, 73.36 રૂપિયા, 76.90 રૂપિયા અને 73.99 રૂપિયા પ્રતિ લિટર નોંધાયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત ભાવ વધારા બાદ ક્રમશ 65.90 રૂપિયા, 67.68 રૂપિયા, 69.01 રૂપિયા અને 69.62 રૂપિયા પ્રતિ લિટર થઇ ચુકી છે.

ગુજરાતના પ્રમુખ શહેરોમાં આજના ભાવ

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 68.70 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.87 રૂપિયા છે. અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત 69.75 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 69.93 રૂપિયા છે. આણંદમાં આજે પેટ્રોલની કિંમત 68.75 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.92 રૂપિયા છે. અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 69.36 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 69.53 રૂપિયા છે. ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 68.81 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.98 રૂપિયા છે.

ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાશ

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કાચા તેલમાં નરમી જોવા મળી રહી છે. જો કે બ્રેંટ ક્રુડનો ભાવ અત્યાર સુધી 62 ડોલર પ્રતિ ડોલરથી ઉપર ચાલી રહ્યો છે અને ડબલ્યુટીઆઇ પણ 53 ડોલર પ્રતિ બેરલનાં ઉચ્ચ ભાવ પર યથાવત્ત છે. કોમોડિટી વિશ્લેષક જણાવે છે કે ચીનની મંદીના રિપોર્ટ આવ્યા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં વિકાસની ગતિ અટકવાનાં અંદેશા વચ્ચે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે મોંઘવારી વધી શકે છે. 27 ડિસેમ્બરથી સતત કાચા તેલમાં ભાવ વધારો થઈ રહ્યો છે. અત્યારે બ્રેન્ટ ક્રૂડ 60 ડોલર પ્રતિ બેરલની નજીક ચાલી રહ્યું છે. જો કાચા તેલનું સ્તર વધુ ઉપર જશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ વધી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ રાહત મળવાના અણસાર નથી.

Read Also

Related posts

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari

અરવલ્લી : તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મેચ ટાઈ

Bansari

જૂના‘ગઢ’ કોનો : 10 વાગ્યા પણ કોંગ્રેસ ખાતુ નથી ખોલી શકી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!