GSTV
Home » News » થઈ જાઓ તૈયાર : પેટ્રોલ-ડીઝલના વધી શકે છે ભાવ, 6 ડિસેમ્બરે લેવાશે મોટો નિર્ણય

થઈ જાઓ તૈયાર : પેટ્રોલ-ડીઝલના વધી શકે છે ભાવ, 6 ડિસેમ્બરે લેવાશે મોટો નિર્ણય

ખનીજતેલના સૌથી મોટા નિકાસકાર સાઉદી અરેબિયાએ કહ્યું છે કે તેઓ આગામી માસથી ઓઈલ ઉત્પાદનમાં ઘટાડો કરશે. સાઉદી અરેબિયાના ઊર્જા પ્રધાન ખાલિદ અલ-ફાલિહે કહ્યુ છે કે તેમનો દેશ ડિસેમ્બરથી સપ્લાઈમાં પાંચ લાખ બેરલ પ્રતિ દિવસનો ઘટાડો કરશે. ખનીજતેલની ઘટતી કિંમતોને ફરીથી વધારવા માટે દુનિયાના મુખ્ય ઓઈલ ઉત્પાદક દેશોની એક મહત્વની બેઠક પહેલા સાઉદી અરેબિયા દ્વારા મહત્વપૂર્ણ એલાન કરવામાં આવ્યું છે. ઓપેક અને બિનઓપેક ઓઈલ ઉત્પાદક દેશોની બેઠક પહેલા ફાલિહે કહ્યુ છે કે અત્યાર સુધી વ્યાપકપણે ઉત્પાદનના ઘટાડા પર કોઈ સામાન્ય સંમતિ સધાઈ નથી. ઓક્ટોબરની શરૂઆતમાં ખનીજતેલની કિંમત ચાર વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ હતી.

બાદમાં વધુ સપ્લાય અને ઓછી માંગની આશંકાઓને કારણે માત્ર એક માસામં ઓઈલની કિંમતોમાં વીસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. સાઉદી અરેબિયાના ઊર્જા પ્રધાને ક્હ્યુ છે કે અબુધાબીમાં પ્રધાનસ્તરીય સંયુક્ત સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે નહીં. તેમણે કહ્યુ છે કે ડિસેમ્બરની શરૂઆતમાં વિએનામાં યોજાનારી પ્રધાનસ્તરીય બેઠક માટે ભલામણ તૈયાર કરવામાં આવશે.

ઓપેક અને રશિયા જેવા અન્ય ઓઈલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કરવાની ચર્ચાને લઈને યોજાનારી બેઠક પર દુનિયાભરની નજર મંડાયેલી છે. તેમને ડર છે કે ખનીજતેલની કિંમત ઘટી રહી છે. તેને કારણે 2014થી 2016 જેવી સ્થિતિ પેદા થવાની સંભાવના છે. 2014થી 2016 દરમિયાન ખનીજતેલની કિંમતોમાં 70 ટકા સુધીનો ઘટાડો થયો હતો અને સાઉદી અરેબિયાની નાણાંકીય ખાદ્ય વધીને જીડીપીના 16 ટકા થઈ ચુકી હતી. આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ટાવા માટે ઓપેક અને બિનઓપેક દેશોની બેઠકમાં ખનીજતેલનું ઉત્પાદન ઘટાડવાની વિચારણા થવાની છે.

સાઉદી અરેબિયાના ઓઈલ ઉત્પાદન ઘટાડવાના એલાન બાદ છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલી પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરીથી વધે તેવી શક્યતાઓ આકાર લેશે તેવી ભીતિ સેવાઈ રહી છે. દુનિયાના મોટા ઓઈલ ઉત્પાદક દેશ ઉત્પાદન ઘટાડવા ઈચ્છે છે. ઓઈલ ઉત્પાદનમાં ઘટાડો કરવો અથવા નહી. તેની સાથે સંબંધિત સવાલો પર મંથન કરવા માટે તેમની એક બેઠક છઠ્ઠી ડિસેમ્બરે યોજાવાની છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં 70.69 ડોલર પ્રતિ બેરલની કિંમતે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ પહેલા શુક્રવારે 70 ડોલર પ્રતિ બેરલની નીચે ખનીજતેલ ટ્રેડ કરી રહ્યું છે.

READ ALSO 

Related posts

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

ભાઈ બહેનની વચ્ચે હતા શારીરિક સંબંધ, પહેલા 6 બાળકોને આપ્યો જન્મ પછી 2ની કરી નાખી હત્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!