GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો, કંપનીઓ આ તારીખની જોઇ રહી છે રાહ

Last Updated on April 21, 2021 by Bansari

વિધાનસભા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં છે. આ વચ્ચે લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ફેરફાર નથી થયો. રિપોર્ટ મુજબ તેલ કંપનીઓ ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોઇ રહી છે. ચૂંટણી ખતમ થતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-3 રૂપિયા પ્રતિ લિટરનો ઉછાળો આવશે. જોકે આ તેજી તબક્કાવાર રીતે આવશે.

બંગાળમાં અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ પૂર્ણ થશે. એવામાં મે મહિનામાં ભાવમાં વધારો જોવા મળશે. રિપોર્ટ મુજબ હાલ ઓઇલ કંપનીઓને પ્રતિ લિટર પેટ્રોલ પર 3 રૂપિયા અને ડીઝલ પર 2 રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાવમાં વધારો નથી કરાયો. ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની માંગમાં ઘટાડો આવ્યો છે, જેના કારણે હાલ ક્રૂડ ઓઇલ બેરલ દીઠ 68 ડોલર છે.

27 ફેબ્રુઆરીના રોજથી ભાવ નથી વધ્યા

રિપોર્ટ મુજબ 27 ફેબ્રુઆરીના રોજથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. માર્ચ અને એપ્રિલમાં ચાર વખત ભાવમાં ઘટાડો કર્યો છે. ઘટાડાના કારણે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 77 પૈસા અને ડીઝલના ભાવમાં 74 પૈસાનો ઘટાડો થયો છે.

ભાવ

29 એપ્રિલના રોજ વિધાનસભા ચૂંટણી પૂર્ણ

તમિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ થશે. 2 મેના રોજ પરિણામની જાહેરાત થશે. આ જ ચૂંટણીને ધ્યાનમાં રાખી માર્ચની શરૂઆતમાં ઓઇલ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો નહતો. 24 અને 25 માર્ચના રોજ સતત બે દિવસો સુધી ભાવમાં ઘટાડો પણ થયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!