ના હોય! અહીં મળે છે સૌથી સસ્તુ પેટ્રોલ, કિંમત એક રૂપિયાથી પણ ઓછી!

ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત ક મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ 70 રૂપિયાની આસપાસ રહ્યાં છે. તેવામાં અમે તમને દુનિયાના એવા દેશો વિશે જણાવીશું જ્યાં ભારતની સરખામણીમાં 90 ટકા કરતાં પણ વધુ સસ્તુ છે.

તમને કદાચ વિશ્વાસ નહી થાય. વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત જાણશો તો નવાઇ લાગશે. અહીં પેટ્રોલની કિંમત ફક્ત 59 પૈસા છે.

સુડાનમાં પેટ્રોલની કિંમત ફક્ત 9.19 રૂપિયા પ્રતિ લીટર છે.

ઇરાનમાં પેટ્રોલની કિંમત 20.21 રૂપિયા પ્રતિ લીટર છે. આ દેશ પણ પોતાની જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન કરે છે. તેથી તે ક્રૂડની નિકાસ કરે છે.

કુવૈતમાં એક લીટર પેટ્રોલ ફક્ત 24.46 રૂપિયામાં મળે છે. કુવૈતમાં પોતાની જરૂરિયાત કરતાં વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. તેથી આ દેશ પણ ક્રૂડની નિકાસ કરે છે.

અલજેરિયામાં એક લીટર પેટ્રોલની કિંમત 25.04 રૂપિયા છે.

નાઇજીરિયામાં એક લીટર પેટ્રોલ 29.44 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.

કતારમાં એક લીટર પેટ્રોલ 30.18 રૂપિયામાં વેચાય છે.

તુર્કમેનિસ્તાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 30.41 રૂપિયા છે.

ઇજિપ્તમાં એક લીટર પેટ્રોલ 30.65 રૂપિયામાં વેચાય છે.

તે બાદ આજરબાઇજાનનો નંબર આવે છે. અહીં પેટ્રોલની કિંમત 33.27 રૂપિયા છે.

મલેશિયામાં પેટ્રોલના ભાવ 33.31 રૂપિયા પ્રતિ લીટર છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter