GSTV
Gujarat Government Advertisement

પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ થઈ શકે છે 10 રૂપિયા આપી શકે છે સસ્તું, આ છે સમીકરણો

Petrol-Diesel

Last Updated on March 19, 2020 by Karan

ભારતીય સ્ટેટ બેંક (SBI) ની ઈકોરેપ રિપોર્ટ પ્રમાણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થશે. ભારતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે. તેની પાછળ કોરોના વાઈરસની મહામારી જવાબદાર છે. કોરોનાને લીધે વૈશ્વિકબજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં લગભગ 30%ના ઘટાડો થયો છે. જેથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે ઘટાડો થઈ શકે છે.

સરકાર નથી ઈચ્છતી ભાવ ઘટાડો

જોકે, SBIની ઈકોરેપ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ત્યારે જ શક્ય છે જો સરકાર એક્સાઈઝ ડ્યૂટી ન વધારે. જો કેન્દ્ર અને રાજ્ય બંન્ને ફ્યૂલની કિંમતોમાં કાપ કરવા ઈચ્છુક નથી તો, તેમને કોઇ પણ પરિસ્થિતિમાં એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરવો જોઈએ નહી. જો સરકાર એક્સાઈઝ ડ્યૂટી વધારશે તો લોકોને કાચા તેલના ભાવમાં ઘટાડાનો ફાયદો પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડા સ્વરૂપે નહી મળી શકે.

બ્રેંટ ક્રુડ 30.85 ડોલર પ્રતિબેરલ

કોરોનાને લીધે દુનિયાભરના બજારોમાં હાહાકાર મચ્યોછે અને શેર બજાર, કોમોડિટી બજારોમાં પણ કરોડો રુપિયાનુ ધોવાણ થયુછે. તે સિવાય કાચા તેલના ભાવમાં પણ છેલ્લા કેટલાક સમયથી ભારે ઘટાડો જોવા મળ્યો છે અને તેના ભાવ 30% સુધી નીચે આવી ગયા છે. બ્રેંટ ક્રુડ 30.85 ડોલર પ્રતિબેરલ પર આવી ગયું છે અને ડબલ્યૂટીઆઈ ક્રુડ 28 ડોલર પ્રતિબેરલ નજીક કારોબાર કરી રહ્યું છે.

પેટ્રોલ-ડિઝલ પર 3 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારી

દેશમાં કાચા તેલના ભાવની અસર પેટ્રોલ-ડિઝલ પર જોવા મળી રહ્યાં છે અને તેના ભાવમાં પણ ઘટાડો આવી રહ્યો છે, પરંતુ હાલમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પર 3 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી જેના લીધે આ ઘટતી કિંમતોનો પુરો ફાયદો ગ્રાહકોને નથી મળી શક્યો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કાસ્ટીંગ કાઉચ: મિનિષા લાંબાએ બોલિવૂડ ઈંડસ્ટ્રીઝ પર લગાવ્યા એવા ગંભીર આરોપ કે તમને વિશ્વાસ પણ નહીં આવે

Pravin Makwana

ઑફર/ સસ્તામાં દમદાર Smart TV ખરીદવાનો મોકો, રિયલમીથી લઇને સેમસંગ અને વનપ્લસ સુધીના છે ઓપ્શન

Bansari

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!