GSTV
Home » News » પેટ્રોલ ડીઝલમાં બે અઠવાડિયાથી સતત ભાવમાં વધારો આજે પણ યથાવત

પેટ્રોલ ડીઝલમાં બે અઠવાડિયાથી સતત ભાવમાં વધારો આજે પણ યથાવત

પેટ્રોલ ડીઝલમાં બે અઠવાડિયાથી સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પણ ભાવ વધારો યથાવત રહ્યો. આજે પેટ્રોલમાં પ્રતિ લીટર 48 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર 55 પૈસાનો વધારો ઝીંકાયો છે. એક જ દિવસમાં આ મોટો ભાવ વધારો થયો છે. આ સાથે અમદાવામાં પ્રતિ લીટર પેટ્રોલ 79.20 રૂપિયા પર પહોંચ્યું છે. જ્યારે ડીઝલ 77.39 પ્રતિ લીટર થયું છે. આ નવો ભાવ વધારો આજે સવારે 6 વાગ્યાથી અમલી બન્યો છે. ત્યારે દરરોજ વધી રહેલા ભાવ વધારાને લઈને સામાન્ય પ્રજાની પણ મુશકેલીઓ વધી રહી છે. એક બાજુ સરકારે તેલના ભાવમાં કોઈ રાહત નહીં આપવાનું મન બનાવ્યું છે. તો બીજી બાજુ સામાન્ય પ્રજા મોંઘવારીના મારથી પીડાઈ રહી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી આમ આદમીનું ખિસ્સું કપાવાનું ચાલુ જ છે. દિલ્હીમાં પેટ્રોલ 48 પૈસા અને ડીઝલ 52 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. આ ભાવવધારો ગત દશ દિવસોમાં સૌથી મોટો છે. દિલ્હીમાં પેટ્રોલ 78.99 રૂપિયા અને ડીઝલ 72.07 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 87.39 રૂપિયા અને ડીઝલ 76.51 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ 83.13 રૂપિયા અને ડીઝલ 76.17 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. તો કોલકત્તામાં પેટ્રોલ 82.88 રૂપિયા અને ડીઝલ 74.92 રૂપિયા પ્રતિ લિટરે ઉપલબ્ધ થઈ રહ્યું છે.

દિલ્હીમાં પહેલી જાન્યુઆરીએ પેટ્રોલ 69.97 રૂપિયા પ્રતિ લિટરે મળતું હતું અને સાતમી સપ્ટેમ્બરે 79.99 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. એટલે કે દિલ્હીમાં પહેલી જાન્યુઆરીથી સાતમી સપ્ટેમ્બર સુધીમાં પેટ્રોલની કિંમતોમાં 10.12 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. જ્યારે પહેલી જાન્યુઆરીએ દિલ્હીમાં 59.70 રૂપિયા પ્રતિ લિટરે ડીઝલ વેચાતું હતું અને સાતમી સપ્ટેમ્બરે દિલ્હીમાં 72.07 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. એટલે કે દિલ્હીમાં ડીઝલની કિંમતોમાં પહેલી જાન્યુઆરીથી સાતમી સપ્ટેમ્બર સુધીમાં 12.37 રૂપિયા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે.

 

Related posts

વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાંથી પટકાયાની ઘટનાનું થઈ શકે છે પુનરાવર્તન, બનાસકાંઠામાં બાળકો કરી રહ્યા છે મોતની સવારી

Arohi

બિહારમાં લૂ અને ગંભીર તાવને કારણે 200થી વધુના મોત, હવાઈ સર્વેક્ષણ કરશે CM નીતીશ કુમાર

Mansi Patel

સ્કૂલવાન અને રીક્ષા ચાલકો આજથી બે દિવસની હડતાળ પર, વાલીઓ મુકાયા મુશ્કેલીમાં

Arohi
Do NOT follow this link or you will be banned from the site!