GSTV
Home » News » લોકોને મળી હોળીની ભેટ : સસ્તુ થયું પેટ્રોલ, જાણો તમારા શહેરમાં કેટલો છે આજનો ભાવ

લોકોને મળી હોળીની ભેટ : સસ્તુ થયું પેટ્રોલ, જાણો તમારા શહેરમાં કેટલો છે આજનો ભાવ

દેશવાસીઓને હોળીની મોટી ભેટ મળી છે કારણ કે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પાછલા કેટલાંક દિવસોમાં પેટ્રોલ સતત મોંઘુ થઇ રહ્યું છે ત્યાં ડીઝલના ભાવમાં પણ ઉતાર-ચડાવ જોવા મળે છે પરંતુ આજે પેટ્રોલ 7 પૈસા સસ્તુ થયું છે ત્યાં ડીઝલના ભાવમાં ઘટાડો યથાવત હતો તેમાં આજે રુકાવટ આવી છે. જો કે તેના ભાવમાં કોઇ બદલાવ થયો નથી.

આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 72.78 રૂપિયા લીટર મળી રહ્યું છે ત્યાં ડીઝલના ભાવ 66.80 રૂપિયા લીટર છે. મુંબઇની વાત કરીએ તો આજે અંહી પેટ્રોલ 78.40 રૂપિયા લીટર મળી રહ્યું છે ત્યાં ડીઝલના ભાવ 69.97 રૂપિયે લીટર છે. ચેન્નઇમાં પેટ્રોલ 75.59 રૂપિયા લીટર મળી રહ્યું છે જ્યારે ડીઝલના ભાવ 70.59 રૂપિયા લીટર છે. કલકત્તામાં પેટ્રોલ 74.86 રૂપિયા લીટર મળી રહ્યું છે. જ્યારે ડીઝલના ભાવ 68.59 રૂપિયા લીટર છે.

ગુજરાતમાં આ છે પેટ્રોલ-ડીઝલના ભાવ

અમદાવાદમાં પેટ્રોલના ભાવ 70.1 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 69.79 રૂપિયા પ્રતિ લીટર છે. સુરતમાં આજે પેટ્રોલના ભાવ 70.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 69.92 રૂપિયા પ્રતિ લીટર  મળી રહ્યું છે.

વડોદરામાં પેટ્રોલ 69.88 રૂપિયા અને ડીઝલ 69.37 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ગાંધીનગરમાં પેટ્રોલના ભાવ 70.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 69.47 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ બ્રેંડ ક્રૂડના ભાવ હજુ પણ 62 ડોલર પ્રતિ બેરલ કરતાં વધુ છે તથા ડબલ્યૂટીઆઇ પણ 53 ડોલર પ્રતિ બેરલના ભાવ પર યથાવત છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યાં છે.

Read Also

Related posts

ભાગવત-યોગી-કેજરીવાલને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી

Mansi Patel

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar

બોલિવૂડની આ હિરોઈનનો બોયફ્રેન્ડ સાથે લીપલોક કરતો વીડિયો વાયરલ, જાણો કોણ છે

Nilesh Jethva