GSTV

તેલનો ખેલ / જો આગામી સમયમાં ડોલરની કિંમત આટલાં રૂપિયા થશે તો ફરીથી ઊંચકાઇ શકે પેટ્રોલ-ડીઝલના ભાવ

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

ક્રૂડની કિંમતોમાં વધ-ઘટ માટે આમ તો ઘણાં કારણો જવાબદાર છે. પરંતુ તેમાંથી એક મુખ્ય કારણ ડોલરની રૂપિયા સામે મજબૂતી પણ છે. ડોલર સામે રૂપિયો ઘસાવાથી ભારતને ઊંચા ભાવે ક્રૂડની ખરીદી કરવી પડે છે. ક્રૂડના બદલામાં વધુ ડોલર ચુકવવા પડે છે.

પેટ્રોલ

મુંબઈમાં પેટ્રોલ 102 રૂપિયા પ્રતિ લીટરની નજીક

એક તરફ મુંબઈમાં પેટ્રોલ 102 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે, તો બીજી તરફ અનેક શહેરોમાં આ આંકડો પણ પાર કરી ગયો છે. જો કે ભાવ વધારાની આ રેસમાં પેટ્રોલને પાછળ રાખવા માટે જ ડીઝલ પણ સજ્જ થયું છે.

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ડીઝલ 99 રૂપિયાને પાર

પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવ પણ 100 રૂપિયા પ્રતિ લીટર નજીક પહોંચી ગયું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ડીઝલ 99 રૂપિયાને પાર પહોંચી ગયું. જો આમ જ ભાવ વધારો ચાલુ રહ્યો તો અહીં ડીઝલ પણ 100 રૂપિયાને પાર પહોંચી જશે.

પેટ્રોલ

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધ-ઘટ થવા પાછળ આ ચાર કારણો જવાબદાર

પેટ્રોલ અથવા ડીઝલની કિંમતોમાં વધ-ઘટ મુખ્ય રીતે ચાર કારણો પર નિર્ભર રહે છે. જેમાં એક છે ક્રૂડ ઓઇલની કિંમત, રૂપિયાના મુકાબલે ડોલરની કિંમત, ટેક્સ અને ક્રૂડની માંગનું લેવલ.

જાણકારોનું કહેવું છે કે જો ઇરાન પરથી પ્રતિબંધ નહીં હટે તો આગામી દિવસોમાં ક્રૂડની ડિમાન્ડ વધવાથી તેની કિંમત વધીને 75 ડોલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે. આ ઉપરાંત અમેરિકામાં વેક્સિનેશન પૂર્ણ થવાથી અહીંની અર્થવ્યવસ્થામાં સ્થિરતા આવવા લાગી છે. તેનાથી રૂપિયાના મુકાબલે ડોલર પણ મજબૂત થવા લાગ્યો છે.

ઇરાન પર લાગેલા પ્રતિબંધોથી જ સામાન્ય માણસને રાહત મળવાની આશા

આગામી એક-બે મહિનામાં ડોલર 75 રૂપિયા સુધી પહોંચી શકે છે જે હાલમાં 73 રૂપિયાની આસપાસ છે. જેનાથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઊંચકાઇ શકે છે. જાણકારોનું કહેવું છે કે જો ક્રૂડ ઓઇલની કિંમત 75 ડોલર અને ડોલરની કિંમત 75 રૂપિયા થશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બેથી ત્રણ રૂપિયાની વૃદ્ધિ સંભવ છે. એવામાં ઇરાન પર લાગેલા પ્રતિબંધોથી જ સામાન્ય માણસને રાહત મળવાની આશા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

અતિ મહત્વનું: બાળકો માટે જલ્દી આવશે કોરોના વિરોધી રસી, આટલી કંપનીઓ તૈયાર કરી રહી છે વેક્સીન!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!