GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આજે જ ટાંકી ફુલ કરાવી લેજો, 1 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે આટલા રૂપિયાનો વધારો

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એપ્રિલ મહિનાથી 50 પૈસાથી એક રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઇ શકે છે તેની પાછળનું કારણ દેશમાં BS-6 સ્ટાન્ડર્ડ વાળા ફ્યૂલનો ઉપયોગ શરૂ થવાનુ છે. હાલ દેશમાં BS-4 સ્ટાન્ડર્ડ વાળુ ફ્યૂલ ઉપલબ્ધ કરાવામાં આવી રહ્યું છે. આ યૂરો-સ્ટાન્ડર્ડને અનુરૂપ છે. સરકારે વાહનોથી તથા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે એક એપ્રિલથી BS-6 સ્ટાન્ડર્ડ વાળા ફ્યૂલનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રીય રાજધાની અને અન્ય શહેરોમાં પ્રદૂષણનું એક મુખ્ય કારણ વાહનો દ્વારા થતું ઉત્સર્જન છે.

એક એપ્રિલથી દેશમાં BS-6 સ્ટાન્ડર્ડ વાળા પેટ્રોલ-ડીઝલ

દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન(IOC)ના ચેરમેન સંજીવ સિંહે જણાવ્યું કે કંપનીની તમામ રિફાઇનરી BS-6 સ્ટાન્ડર્ડ વાળા ફ્યૂલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે અને આ ફ્યૂલ આગામી મહિના સુધી દેશના ડેપોમાં પહોંચી જશે. તેમણે જણાવ્યું કે અમે એક એપ્રિલ સુધીની ડેડલાઇનનું પાલન કરી રહ્યાં છીએ અને એક એપ્રિલથી દેશમાં પેટ્રોલ અને ડીઝલ BS-6 સ્ટાન્ડર્ડ વાળા હશે. હાલ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 73.36 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 66.36 રૂપિયા પ્રતિ લીટર છે.

17 હજાર કરોડનું રોકાણ

આઇઓસીએ સ્વચ્છ ફ્યૂલનું ઉત્પાદન કરવા માટે પોતાની રિફાઇનરીઓને એડવાન્સ બનાવવાને લઇને 17 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. સાથે જ ઉદ્યોગે આશરે 30 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમણે જણાવ્યું કે, અમે એપ્રિલથી BS-6 સ્ટાન્ડર્ડ ફ્યૂલના પ્રભાવનું આકલન કરી રહ્યા છીએ.

petrol from plastic

50 પૈસાથી એક રૂપિયા પ્રતિ લીટરનો થઇ શકે છે વધારો

સિંહે જણાવ્યું કે BS-6 સ્ટાન્ડર્ડ વાળા પેટ્રોલ અને ડીઝલનો આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ભાવ BS-4ના મુકાબલે વધુ છે. ઘરેલૂ ઇંધણના દરો સીધા વૈશ્વિક દરો સાથે જોડાયેલા છે, તેવામાં પેટ્રોલ પંપોએ કિંમતોમાં વધારો કરવો પડશે. તેમણે જણાવ્યું કે કેટલો વધારો થશે, તેના વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ એટલો વધારો નહી થાય તેથી તેને ચરણબદ્ધ રીતે વધારી શકાય. સિંહે જણાવ્યું કે 50 પૈસાથી 1 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઇ શકે છે.

Read Also

Related posts

એન્જિનિયરિંગ-મેડિકલ સહિતના એડિમિશન માટે આટલા મહિના જોવી પડશે રાહ: નવા સત્ર માટે સરકારે બદલવુ પડશે એકેડેમિક કેલેન્ડર

Bansari

PM મોદીએ લદ્દાખ પહોંચવા પર કર્યા સિંધુ દર્શન પુજા, ચીનને આપ્યો કડક સંદેશ

Arohi

ખાનગી બસો દોડાવવા અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ સમય દરમિયાન જ મળશે છૂટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!