GSTV
Home » News » ક્રૂડને કોરોનાનો ઝટકો, ચીનમાં વાયરસે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા

ક્રૂડને કોરોનાનો ઝટકો, ચીનમાં વાયરસે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા

કોરોના વાયરસને લઇને ચીન સહિત ઘણા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે કોરોના વાયરસનું પેટ્રોલ-ડીઝલ કનેકશન સામે આવ્યું છે. ચીનમાં કોરોના વાયરસના કારણે પરિવહન અને કારોબારમાં મોટી અસર જાવા મળી છે. જેના કારણે ક્રૂડ ઓઇલની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. જે આગામી સમયમાં પણ જાવા મળી શકે છે. વાયરસ લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત અપાવી શકે છે.
ક્રૂડને કોરોનાનો ઝટકો

  • ચીન ક્રૂડ ઓઇલનો બીજા સૌથી મોટો વપરાશકાર દેશ
  • ચીનમાં કોરોના વાયરસના કારણે ઘણા શહેરોમાં બંધ થઇ પરિવહન સેવા
  • ચીન તરફથી ક્રૂડ ઓઇલની ડિમાન્ડમાં ઘટાડો
  • ગત સપ્તાહે ક્રૂડ ઓઇલની કિંમતો પર જાવાયું દબાણ
  • ચીનમાં ક્રૂડ ઓઇલની ડિમાન્ડ ઘટતાં ક્રૂડની કિંમતોમાં નરમાશ
  • ભારતને મળ્યો ફાયદો

ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ વાયરસને લઇને ભારત સરકાર પણ એલર્ટ થઇ ચુકી છે. જે અંતર્ગત ભારતમાં 96થી વધુ વિમાનોના 20 હજારથી વધુ પ્રવાસીઓની થર્મલ તપાસ કરવામાં આવી. આ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે કોરોના વાયરસના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ ઘટવા લાગી છે. જે ઘટાડો આગળ પણ ચાલુ રહી શકે છે.. આખરે લોકોને સવાલ થાય કે કોરોના વાયરસનું પેટ્રોલ અને ડીઝલની કિંમતો સાથે શું કનેકશન હોઇ શકે.

તો તમને જણાવી દઇએ કે ચીન દુનિયામાં ક્રૂડ ઓઇલનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે.. ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ હોવાના કારણે ઘણા શહેરોમાં સાર્વજનીક પરિવહન સેવા બંધ કરી દેવાઇ છે. જેથી ચીન તરફથી ક્રૂડ ઓઇલની ડિમાન્ડમાં ઘટાડો થવાના કારણે ગત સપ્તાહે ક્રૂડ ઓઇલની કિંમતો પણ તેનું દબાણ જોવા મળ્યું.. સરળ ભાષામાં કહીએ તો ચીનમાં ક્રૂડ ઓઇલની ડિમાન્ડ ઘટી જતાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાશ જોવા મળી. જેનો ફાયદો ભારતને મળી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઘટવાના કારણે તેની ઇફેક્ટ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ જોવા મળી.. જેથી આગામી કેટલાક દિવસો સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનમાં કોરોના વાયરસના કારણે પરિવહન અને કારોબારમાં મોટી અસર જોવા મળી છે. જેના કારણે ક્રૂડ ઓઇલની ડિમાન્ડમાં ઘટાડો થયો.. જે આગામી સમયમાં પણ જોવા મળી શકે છે. ભારતમાં પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી રહી છે.. જો કોરોના વાયરસનો પ્રકોપ ચીનમાં હજુ પણ વધશે તો ચીન હજુ પણ આકરા પગલા લઇ શકે છે. જેની અસર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતો ઉપર પણ વર્તાઇ શકે છે.

READ ALSO

Related posts

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

Karan

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ખુદ મોદીના આર્થિક સલાહકાર કહી રહ્યા છે કે બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!