GSTV
India News ટોપ સ્ટોરી

નથી અટકી રહી મોંઘવારી/ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, રાજધાનીમાં કિંમત 100ને પાર

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ બધાને પરેશાન કરી રહ્યા છે. આજે એક વાર ફરી પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. દેશભરમાં શનિવારે સવારે ફરી 80 પૈસા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આ વધારો એક દિવસથી રાહત પછી થયો છે. વધારા પછી દિલ્હીમાં 2 એપ્રિલે પેટ્રોલના ભાવ 102.61 રૂપિયા અને ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

12 દિવસમાં10 ગણો ભાવ વધારો

પેટ્રોલ

તમને જણાવી દઈએ કે 12 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 વખત વધારો કરવામાં આવ્યો છે. 22 માર્ચથી દેશભરમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ પહેલા 21 માર્ચે રાજધાનીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર હતી.

તમે આ નંબરો પર નવી કિંમત જાણી શકો છો

તમે SMS દ્વારા પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેની માહિતી મેળવી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. તમને ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર કોડ મળશે.

સીએનજીના ભાવમાં પણ વધારો

નોંધનીય છે કે શુક્રવારે સાંજે જ IGL એ જાહેરાત કરી છે કે ઘરેલુ ગલ એટલે કે PNGની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. IGLએ જણાવ્યું હતું કે પાઇપ દ્વારા રસોડામાં પહોંચતા PNGની કિંમત પ્રતિ SCM 5.85 રૂપિયા વધારી દેવામાં આવી છે. આ વધેલી કિંમતો 1 એપ્રિલ 2022થી અમલમાં આવી છે. આ વધારા બાદ હવે દિલ્હી NCRમાં PNGના ભાવ વધીને 41.71/SCM થઈ ગયા છે.

Read Also

Related posts

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV