GSTV
Home » News » સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો સ્પષ્ટ પણે ઈન્કાર કર્યો

સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો સ્પષ્ટ પણે ઈન્કાર કર્યો

પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવ વચ્ચે સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો સ્પષ્ટ પણે ઈન્કાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ચુકી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વારંવાર ભાવ વધારો થઇ રહ્યો છે. દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ વધી ગયા છે અને આસમાનને આંબી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં ડીઝલની કિંમતમાં ધરખમ વધારો થઈ ચૂક્યો છે. જ્યારે પેટ્રોલની કિંમત પણ એટલી જ વધી ગઈ છે.

મોદી સરકારના કાર્યકાળમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ડીઝલની કિંમત અત્યારસુધી સૌથી ઉપર રેકોર્ડ સ્તરે પહોંચી છે.

મહત્વનું છે કે, રવિવારે દિલ્હીમાં પેટ્રોલ ભાવ 73.73 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવ્યો છે. જે મોદી સરકાર કાર્યકાળમાં સૌથી વધુ છે. મુંબઈમાં 81.59 રૂપિયા અને ચેન્નાઇમાં 76.48 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ વેચાઇ રહ્યું છે.

 

Related posts

18 વર્ષીય યુવા સાઈકલિસ્ટ ઈસો અલબેને રચ્યો ઈતિહાસ, આ કાર્ય કરીને બન્યો પ્રથમ ભારતીય

Path Shah

ટ્રેનમાં ચોરી કરવાની ગઠિયાઓની નવી ટ્રિક, તમારી આંખ સામેથી સામાન ગાયબ થઇ જશે અને તમે જોતા રહી જશો

Bansari

નિકોલમાં પણ બોપલવાળી, નિર્માણાધીન ટાંકી ધરાશાઈ થતાં સરકારી તંત્રની નીતિ સામે સર્જાયા સવાલો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!