GSTV
Home » News » સતત બીજા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જુઓ દેશના મુખ્ય શહેરોમાં કેટલો ભાવ?

સતત બીજા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જુઓ દેશના મુખ્ય શહેરોમાં કેટલો ભાવ?

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. સતત ત્રણ દિવસના વધારા બાદ રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. સોમવારે ફરીથી ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં લીટરે 10 પૈસાનો ઘટાડો થયો છે તો ડીઝલમાં 5 પૈસાનો ઘટાડો થયો છે.

હવે કેટલા થયા ભાવ

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં સોમવારે પેટ્રોલનો ભાવ ઘટીને ક્રમશ: 75.80 રૂપિયા, 78.39 રૂપિયા, 81.39 રૂપિયા અને 78.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ રીતે કોલકાતામાં ડીઝલ 71.43 રૂપિયા, મુંબઈમાં 72.42 રૂપિયા અને ચેન્નઈમાં ડીઝલ 72.98 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

નવા વર્ષે પહેલીવાર રવિવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. રવિવારે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 11 પૈસા ક્યારે ચેન્નઈમાં 12 પૈસા પ્રતિ લીટર ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ફરીથી 76 રૂપિયા પ્રતિ લીટર કરતાં ઘટી ગયા છે.

આંતરરાષ્ટ્રિય તણાવની અસર

ઉલ્લેખનિય છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે તણાવના કારણે આંતરાષ્ટ્રીય બઝારમાં કાચા તેલની કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. કિંમતો ખૂબજ વધી ગયી છે, જેના કારણે આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ગરમાવો રહેશે.

કાચા તેલમાં રહેશે ચઢાવ-ઉતાર

અમેરિકાએ ઈરાકના એક એરપોર્ટ પર સ્ટ્રાઇલ કરી ઈરાનની સેનાના સૌથી હાઈ પ્રોફાઇલ સૈન્ય અધિકારી મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખ્યો. ત્યારબાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. પોતાના સૈન્ય અધુકારીની હત્યાથી ઈરાન ગુસ્સે થયું અને તેણે પલટવાર કરતા બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રૉકેટ હુમલા કર્યા.

તેમના વચ્ચે થયેલા તણાવથી લંડનના બ્રેંટ ક્રૂડનો ભાવ 70 ડૉલર પ્રેઅતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપએ કૂણું વલણ બતાવ્યું ત્યારે ભાવમાં ઘટાડો થયો. હવે બ્રેંટ ક્રૂડ 65 ડૉલર પ્રતિ બેરલની આસપાસ છે.

Read Also:

Related posts

દીપિકાએ આ ડાયરેક્ટરને લબડાવ્યા, પહેલાં ફિલ્મ કરવા તૈયાર થઇ અને હવે હાથ ઉંચા કરી લીધાં

Bansari

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!