GSTV
Gujarat Government Advertisement

આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થયો વધારો

Last Updated on August 31, 2018 by

ભારતના લોકોને વધતી મોંઘવારીમાંથી હાલ રાહત મળે તેવી આશા નથી. આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રેકોર્ડ વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભારમાં 22 પૈસાનો વધારો નોંધાયો છે અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 78.52 રૂપિયા અને ડીઝલ 70.21 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે પહોંચ્યું છે. જ્યારે કોલકત્તામાં પેટ્રોલ 81.44 રૂપિયા અને ડીઝલ 73.06 પૈસા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 85.93 રૂપિયા અને ડીઝલ 74.54 રૂપિયા પ્રતિલિટરે વેચાઈ રહ્યા છે.

ચેન્નઈમાં પેટ્રોલ 81.58 રૂપિયા અને ડીઝલ 74.18 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે પહોંચ્યું છે. ડીઝલની કિંમતોમાં વધારાને કારણે મોંઘવારી વધવાની શક્યતા છે. કારણ કે ખાદ્ય અને ખેત પેદાશોના પરિવહન માટેના વાહનોમાં ડીઝલન ઉપયોગ થતો હોય છે. ખનીજતેલની કિંમતોમાં વધારો અને દેશમાં ઈંધણ પર ઉંચી એક્સાઈઝ ડ્યૂટીને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

બ્રેન્ટ ખનીજતેલની કિંમત હાલ લગભગ 76.68 ડોલર પ્રતિ બેરલ છે. તો ડોલરના મુકાબલે ઘસાઈ રહેલા રૂપિયાની અસર પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોના વધારામાં મોટી ભૂમિકા ધરાવે છે. વિપક્ષી દળોએ મોદી સરકાર પર નિશાન સાધીને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડવા માટે વેટમાં ઘટાડો કરવાની માગણી કરી છે.

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!