GSTV
Home » News » પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો આજનો ભાવ

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઇ રહેલી કપાતનો સિલસિલો આજે એટલેકે રવિવારે પણ યથાવત છે. પેટ્રોલના ભાવમા આજે કપાત બાદ લીટર દીઠ 20 પૈસા સુધી સસ્તા થયા છે. તો બીજીતરફ ડીઝલની કિંમતમાં લીટર દીઠ 18 પૈસાની કપાત જોવા મળી છે.

20 પૈસા ઘટ્યા પેટ્રોલના ભાવ

20 પૈસાની કપાત બાદ આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ લીટર દીઠ 70.07ના ભાવે વેચાઇ રહ્યું છે. તો મુંબઈમાં થયેલા પેટ્રોલની કિંમતમાં કપાત બાદ લીટર દીઠ 75.69 વેચાઇ રહ્યું છે. જો કોલકત્તા અને ચેન્નઈની વાત કરવામાં આવે તો બંને મોટા મહાનગરોમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 20 પૈસા સુધી સસ્તી થઇ છે. ત્યારબાદ કોલકત્તામાં પેટ્રોલ લીટરે 72.16ની કિંમતે વેચાઇ રહ્યું છે અને ચેન્નઈમાં 72.70 પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.

ડીઝલના ભાવમાં પણ થયો ઘટાડો

ડીઝલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નવી દિલ્હી અને કોલકત્તામાં ડીઝલમાં ભાવ લિટરે 18 પૈસાની કપાત જોવા મળી છે. જેનાથી બંને મહાનગરોમાં ભાવ અનુક્ર્મે 64.01 અને 65.77 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. તો મુંબઈમાં ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટર કપાત જોવા મળી છે. ત્યારબાદ અહીં ડિઝલની કિંમત 66.98 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. ચેન્નઈમાં પણ લીટરે ડીઝલના ભાવ 19 પૈસા સુધી ઘટ્યા છે. ત્યારબાદ આજે અહીં ડીઝલ લીટરે 67.58 રૂપિયે થઇ ગયુ છે.

દેશના અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા

આ ચાર મહાનગરો સિવાય દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અન ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના કેટલાંક જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહાનગરોમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે. નીચે આપેલા ટેબલમાં તમે જાણી શકો છો કે તમારા શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી છે.

દેશના મુખ્ય શહેરોના પેટ્રોલ અને ડીઝલની કિંમત

શહેર પેટ્રોલની કિંમત (રૂપિયામાં) ડીઝલની કિંમત (રૂપિયામાં)
નવી દિલ્હી 70.07 64.01
કોલકત્તા 72.16 65.77
મુંબઈ 75.69 66.98
ચેન્નઈ 72.70 67.58
જયપુર 71.32 66.84
જોધપુર 70.73 66.30
ઉદયપુર 71.29 66.83
અલવર 70.71 66.22
ઈન્દોર 73.11 65.28
ભોપાલ 72.95 65.11
ગ્વાલિયર 73.06 65.21
જબલપુર 73.21 65.37
રીવા 75.22 67.21
રાયપુર 68.74 67.29
ઇલાહાબાદ 70.34 63.31
બનારસ 70.56 63.75
લખનઉ 69.85 63.28
નોએડા 69.99 63.45
ગાજિયાબાદ 69.98 63.30
ગુડગાંવ 70.83 63.84

READ ALSO

Related posts

1 રૂપિયામાં ઘરે બેઠા ખરીદો 24 કેરેટનું સોનુ, જાણો તમામ વિગતો એક ક્લિકે

Bansari

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Mayur

VIDEO : ચોરી કરવા આવેલા ચોરોને ડોશા-ડોશીએ ચપ્પલે ચપ્પલે સબોડી નાખ્યા, વીડિયો જોઈ હસી હસીને થઈ જશો લોટપોટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!