GSTV

બે મહિનાની બ્રેક બાદ ફરી વધવા લાગ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ચેક કરી લો તમારા શહેરમાં કેટલી છે કિંમત

પેટ્રોલ

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલમાં નરમાઈ છતાં ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓએ લગભગ બે મહિના પછી પેટ્રોલમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 22 પૈસાનો વધારો કર્યો છે.દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 81.06થી વધીને રૂ. 81.23 થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. 70.46થી વધીને પ્રતિ લીટર રૂ. 70.68 થયો છે તેમ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કહ્યું હતું.

સપ્ટેમ્બર પછી પેટ્રોલના ભાવમાં પહેલી વખત વધારો

દેશમાં 22મી સપ્ટેમ્બર પછી પેટ્રોલના ભાવમાં પહેલી વખત વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલના ભાવમાં બીજી ઑક્ટોબર પછી આજ સુધી કોઈ ફેરફાર થયો નહોતો. અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયૂટે તાજેતરમાં જાહેર કરેલા આંકડા મુજબ 13મી નવેમ્બરે પૂરા થતા સપ્તાહમાં ત્યાં ક્રૂડ ઓઈલની 4.174 મિલિયન બેરલ ઈન્વેન્ટ્રી હતી.

આ સાથે કોવિડ-19ની રસી શોધાઈ હોવાના દાવા પછી ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે ઉત્પાદનમાં વધારાના સંકેત આપ્યા છે. પરિણામે ક્રૂડ ઓઈલના બજારમાં નરમાઈ આવી છે. તેનાથી વિપરિત, ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 48 દિવસ પછી વધારો કરવામાં આવ્યો છે.

કયા શહેરમાં પેટ્રોલનો કેટલો ભાવ

પેટ્રોલ

મુંબઈમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ રૂ. 87.74થી વધીને પ્રતિ લીટર રૂ. 87.92 જ્યારે ડીઝલનો ભાવ 76.86થી વધીને પ્રતિ લીટર રૂ. 77.11 થયો હતો. ચેન્નઈમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 84.31 અને ડીઝલ રૂ. 76.17 થયા છે તથા કોલકાતામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 82.79 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 84.24 થયો છે.

આ પહેલાં 1લી સપ્ટેમ્બરે પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો. ગયા ઑગસ્ટના બીજા પખવાડિયાની શરૂઆતથી જ પેટ્રોલના ભાવમાં વધારો શરૂ થયો હતો, જે 1લી સપ્ટેમ્બર સુધી ચાલુ રહ્યો હતો.

એક મહિનામાં આટલા ઘટ્યા પેટ્રોલના ભાવ

પેટ્રોલ

દિલ્હીમાં આ સમયમાં 13 હપ્તામાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 1.65 પૈસા મોંઘું થયું હતું. ત્યાર પછી થોડાક દિવસો સુધી સ્થિર રહ્યા પછી 10મી સપ્ટેમ્બર પછી તેમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થયો હતો અને ગયા મહિને પેટ્રોલના ભાવમાં રૂ. 1.19નો ઘટાડો થયો હતો.

અગાઉ દિલ્હીમાં ડીઝલના ભાવમાં છેલ્લે 25મી જુલાઈએ વધારો થયો હતો. ત્યાર પછી 31મી જુલાઈએ દિલ્હી સરકારે વેટ ઘટાડતાં ડીઝલ પ્રતિ લીટર રૂ. 8.38 સસ્તું થયું હતું. ત્યારપછી 3જી ઑગસ્ટથી ડીઝલમાં ધીમે ધીમે ભાવમાં ઉતાર-ચઢાવ આવતા રહ્યા હતા.

અંતે ડીઝલ પ્રતિ લીટર રૂ. 3.10 સસ્તુ થયું હતું. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ 30મી જૂન અને 15મી ઑગસ્ટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.

Read Also

Related posts

સમગ્ર વિશ્વને એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની ખબર આપતું દુનિયાની સૌથી પાવરફૂલ ટેલિસ્કોપ ધરાશાયી

Nilesh Jethva

રેલ્વેમાં નોકરીની સુર્વણ તક/ અલગ અલગ 1.40 લાખ પદ પર ભરતીની પરીક્ષાઓ, ચેક કરો જાહેર થઈ છે તારીખો

Pravin Makwana

લીવ ઇન રિલેશનશીપને લઈને હાઇકોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું: કપલને મનસુફીથી રહેવાનો હક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!