પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવોથી સામાન્ય માનવીને કમરતોડ ભાવવધારાનો સામનો કરવો પડે છે. કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવા બાબતે કોઈ વિચાર કરવાની ના પાડી રહી છે. પરંતુ સરકારની આંખો ખોલી નાખે તેવી આ ચાર રાજ્યોએ પહેલ કરી છે. રાજ્ય સરકારોએ પોતે લેતા ટેક્સમાં ઘટાડો કર્યો છે. મેઘાલય સરકારે લોકોને મોટી રાહત આપતાં પેટ્રોલ પરના ટેક્સમાં 7.4 રૂપિયા અને ડિઝલ પર 7.1 રૂપિયા લિટરનો મોટો ઘટાડો કરી દીધો છે.

પેટ્રોલ ડિઝલની કિંમત નક્કી કરવાનો અધિકાર હવે તેલ કંપનીઓ પાસે
મોદી સરકારના પેટ્રોલિયમ મંત્રી કહે છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ મામલે તેઓ કંઈ નહીં કરી શકે. કારણ કે પેટ્રોલ ડિઝલની કિંમત નક્કી કરવાનો અધિકાર હવે તેલ કંપનીઓ પાસે છે. કેન્દ્રની મોદી સરકાર હજુ ઊંઘી રહી છે. અલબત્ત કેન્દ્ર અને અન્ય રાજ્ય સરકાર પર ટેક્સ ઘટાડવા દબાણ વધ્યું હશે ખરું.
- વર્ષભરમાં પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીથી 3.49 લાખ કરોડની આવકનું સરકારને અનુમાન
- વર્ષ 2020-21 ના બજેટ અનુમાન 2.49 લાખ કરોડ રૂપિયાથી 39.3 ટકા અર્થાત 97600 કરોડ રૂપિયા વધારે
- કોરોના કાળમાં પણ સરકારની તિજોરી રહેશે છલકાતી
- ગરીબ, મધ્યમવર્ગીય પરીવારોને નહીં મળે કોઈ રાહત
- મેઘાલયે પેટ્રોલ પરના ટેક્સમાં 7.4 રૂપિયા અને ડિઝલ પર 7.1 રૂપિયા લિટરનો મોટો ઘટાડો કરી દીધો
- આસામ સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂપિયા 5નો ઘટાડો જાહેર
- રાજસ્થાન સરકારે 2 ટકા વેટ ઘટાડી દીધો
- બંગાળમાં 1 ટકા વેટનો ઘટાડો કર્યો
4 રાજ્યોએ બંને ઇંધણ પરના વેટમાં ઘટાડો કરી નાગરિકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો
મેઘાલય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ધરખમ ઘટાડો કરી દીધો. દેશમાં અત્યાર સુધી 4 રાજ્ય સરકારોએ ઇંધણના ભાવમાં ઘટાડો કરી દીધો. દેશભરમાં થઇ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારાને અંકુશમાં લેવા માટે અત્યાર સુધી 4 રાજ્યોએ બંને ઇંધણ પરના વેટમાં ઘટાડો કરી નાગરિકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

આસામમાં પેટ્રોલ-ડીઝલમાં 5 રુપિયાનો ઘટાડો જાહેર
પહેલાં આસામ સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂપિયા 5નો ઘટાડો જાહેર કરાતાં લોકોને રાહત મળી છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં 2 ટકા વેટનો ઘટાડો કર્યો છે. પશ્ચિમ બંગાળની મમતા બેનરજીએ પણ રવિવારે પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં લીટરે એક રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો. મેઘાલયમાં નાગરિકોને મોટી રાહત આપતા પેટ્રોલ પર ટેક્સમાં 7.40 રૂપિયા તો ડીઝલમાં 7.10 રૂપિયાનો ઘટાડો કરી કેન્દ્રની બંધ આંખ ઊઘાડવાના પ્રયાસો કર્યા છે.
અગાઉની સરકારને જવાબદાર ગણાવી મોદી સરકારની છટકબારી
પીએમ મોદી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા માટે અગાઉની સરકારને જવાબદાર ગણાવી છટકબારી કરી રહી છે. તેમણે કહ્યું હતું કે જો પાછલી સરકારોએ ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડી હોત તો આજે ઇંધણ આટલા મોંઘા થયા ન હોત. એટલે કેન્દ્ર સરકાર ભાવ ઘટાડવાના મૂડમાં જ નથી. કેન્દ્ર સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં પેટ્રોલ ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી દ્વારા 3.49 લાખ કરોડ રૂપિયા મળવાના અનુમાન લગાવ્યું છે. આ નાણાકીય વર્ષ 2020-21 ના બજેટ અનુમાન 2.49 લાખ કરોડ રૂપિયાથી 39.3 ટકા અર્થાત 97600 કરોડ રૂપિયા વધારે છે. અર્થાત પેટ્રોલ, ડિઝલ પર ટેક્સથી સરકાર કોરોના સંકટ છતાં ખૂબજ મોટા પ્રમાણમાં કમાણી થનાર છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- દીદીનેઝટકો/ મુકુલ રોય, શુભેંદુ અધિકારી બાદ વધુ એક મોટા નેતાએ છોડયું ટીએમસી, શું મમતાનો ગઢ રહેશે કે પછી લહેરાશે કેસરીયો!
- Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ
- જૂનાગઢ: ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ
- જલ્દી કરો / આ રીતે બુક કરો રાંઘણ ગેસ, 50 રૂપિયા સસ્તો મળશે LPG સિલિન્ડર
- અન્નદાતાના આંદોલનના 100 દિવસ પૂર્ણ, લોકશાહીના ઇતિહાસમાં મોદી સરકારનો વધુ એક કાળો અધ્યાય : વિપક્ષના તીખા સવાલ!