જો પેટ્રોલમાંથી ટેક્સ અને ડીલર્સનું કમિશન બાદ કરવામાં આવે તો દિલ્હી-એનસીઆરમાં એક લીટર પેટ્રોલ માટે એક સામાન્ય માણસે ફક્ત 34 રૂપિયા જ ચુકવવા પડે. લોકસભામાં કરવામાં આવેલા સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રી શિવ પ્રચાપ શુક્લએ જણાવ્યું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલર કમિશન 96.9 ટકા પડે છે. તેવામાં ડીઝલ પર તે 60.3 ટકા છે. તમને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોનો ઉકેલ લાવવા માટે સરકારે ઓક્ટોબરમાં ફ્યૂલની કિંમત પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી.
સરકારને થાય છે ઢગલો કમાણી
એક અન્ય સવાલના જવાબમાં નાણા મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગત નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ પર 73,516.8 કરોડ રૂપિયા અને ડીઝલ પર 1.5 લાખ કરોડ રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી એકત્ર કરી છે. તમને જણાવી દઇએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો, જે બજાર નિર્ધારિત છે, તે દૈનિક ધોરણે બદલાય છે.
આ રીતે સમજો
19 ડિસેમ્બરે પેટ્રોલનો રિટેલ ભાવ 70.63 રૂપિયા પ્રતિ લીટર હતો. તેમાં 17.98 રૂપિયા સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, 15.02 રાજ્ય વેટ અને ડીલરના 3.59 રૂપિયા કમિશન સામેલ હતુ.
આ જ રીતે ડીઝલની વાત કરીએ તો રિટેલ રેટ 64.54 રૂપિયા (13.83 રૂપિયા સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, 9.51 રૂપિયા સ્ટેટ વેટ અને 2.53 રૂપિયા ડીલર કમિશન) હતુ.
Read Also
- દક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો
- અહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો
- હિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા
- નિત્યાનંદ આશ્રમની બન્ને સાધિકાઓને કાયમી જામીન માટે હજુ જોવી પડશે રાહ, કોર્ટ લીધો આ નિર્ણય
- એક આખી જાન થઈ ગઈ છે ગુમ : રહસ્યમયી છે આ કિલ્લો, લોકો ભૂલથી પણ નજીક નથી જવા માગતા